કેટલાક દેશોમાં રમઝાન  માસ યુદ્ધ ક્ષેત્રમાં જ પલ્ટાયેલો રહ્યો છે. ઈસ્લામના દુશ્મનોએ શાંત મુસ્લિમ રાષ્ટ્રોને લોહિયાળ યુદ્ધ ક્ષેત્રોમાં પરિવર્તિત કરી દીધા છે છતાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ચોતરફની તકલીફો અને અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ આ યુદ્ધગ્રસ્ત વિસ્તારના મુસ્લિમો અલ્લાહને ભૂલતા નથી પણ શક્ય તેટલો હક અદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના મજબૂત ઈમાન અને જુસ્સાને સલામ કરવી જ રહી. પોતાનું કોઈને કોઈ સ્વજન ગુમાવનાર અને ઘડી પછી તેમના શું હાલ થશે એની યે ખબર નથી એવી ભયાનક અનિશ્ચિતતા વચ્ચેય તેઓ અલ્લાહ સુબ્હાનહુ વ ત’આલાની ઈબાદત ચૂકતા નથી. જ્યારે અહીં આપણે જાતજાતની સુખ સુવિધાઓ વચ્ચે અનેક જાતની વાનગીઓ સાથે ઈફતાર અને સેહરી કરીએ છીએ છતાં આપણી ઈબાદતનું સ્તર કેવું અને કેટલું છે એનો કયાસ આપણે જ કાઢવો રહ્યો. એક તરફ પેલેસ્ટાઈન, સીરિયા, ઈરાક વગેરે જેવા દેશોમાં ભયંકર અને દયાજનક પરિસ્થિતિમાં ત્યાંના મુસ્લિમો અલ્લાહના હુકમને દિલથી અદા કરી રોઝા રાખી ઈબાદત કરતા નજરે પડે છે. જ્યારે આપણે મોંઘામાં મોંઘી ઈફતારી કરવા છતાં રાત્રે મોડા સુધી તવાની  દુકાનો કે ચાની કીટલી પાસે ગપ્પાં મારી ઈબાદતના મહિનાનો કિંમતી સમય વેડફી નાખતા હોય છે.

પ્રથમ તસવીર ઉત્તરીય લંડનના ફિન્સબરી પાર્ક ખાતેની એક મસ્જિદની છે જ્યાં એક વાહન રાહદારી સાથે ટકરાયા બાદ એક મુસ્લિમ યુવાન નમાઝનો સમય થતાં ઈબાદત કરી રહ્યો છે. બીજી તસવીરમાં અશાંતિગ્રસ્ત સીરિયાના દોઉમા શહેરની છે જ્યાં ચારેતરફ તબાહી અને ગમે ત્યારે હુમલો થઈ શકે એવા ઓથાર તળે પણ જાહેરમાં સામૂહિક ઈફતારી કરી રહ્યા છે.