માહે રમઝાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. પહેલો અશરહ તો ક્યારનોય પૂરો થઈ ગયો અને બીજો અશરહ પણ પૂરો થવામાં છે. દિવસોને પૂરા થવામાં વાર નથી લાગતી પણ આપણે આ દરમ્યાન શું મેળવ્યું એનો હિસાબ મેળવવો જરૂરી છે. રમઝાન એ એક આધ્યાત્મિક મેરેથોન દોડ છે અને આત્મ સુધારણા, આત્મ નિયંત્રણ, શિસ્ત અને સદાચાર જેવા ધ્યેયોને પ્રાપ્ત કરવાના છે. રમઝાનની શરૂઆતમાં તો ઘણા ખૂબ ઉત્સાહી હોય છે પરંતુ અધવચ્ચે અને રમઝાન માસના અંતે તેઓમાં શરૂઆતનો ઉત્સાહ ઓછો થતો જાય છે અને કેટલાક તો ટકી રહેવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ ચાલો આપણે સૌ મળીને આપણા જુસ્સાને બુલંદ બનાવીએ અને આધ્યાત્મિકતાની આ મેરેથોનને જીતવાનો પ્રયાસ કરીએ. માહે રમઝાનમાં સેહરી અને ઈફતારીમાં શું ખાવું એના કરતા સેહરી અને ઈફતારી વચ્ચેના આધ્યાત્મિક ગાળામાં શું પ્રાપ્ત કર્યું એની ચિંતા વધારે કરીએ.
પ્રથમ તસવીર ન્યુજર્સીની છે જ્યાં એક ઈજિપ્શ્યન અમેરિકન મુસ્લિમ મહિલા હેગર ઈલ્હારિરી પોતાના ઘરની બાલ્કનીમાં ઈફતારીનો સમય થાય તેની રાહમાં સેલફોન જોઈ રહી છે.
બીજી તસવીર અફઘાનિસ્તાનના જલાલાબાદની છે જ્યાં ગરીબ મુસ્લિમો દાનમાં મળતાં ભોજન માટે પડાપડી કરી રહ્યા છે કે જેથી તેમની ઈફતારી સમયસર થઈ શકે.
Recent Comments