(એજન્સી) પટના, તા.ર૮
બિહારના મોહમ્મદ અશ્ફાકે પોતાનો રોજો તોડી બે દિવસની બાળકીનો જીવ બચાવી કોમી સૌહાર્દનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અશ્ફાકે એસએસબી જવાન રમેશસિંહની નવજાત બાળકી માટે રકતદાન કર્યું હતું. સિંઘના હાલ અરૂણાચલપ્રદેશમાં ફરજ પર છે. બાળકીનું બ્લડગ્રુપ ૦ હોવાથી હોસ્પિટલ તેનો બંદોબસ્ત કરી શકી ન હતી. ત્યારબાદ કુટુંબીજનોએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં અશ્ફાક મદદ માટે આગળ આવ્યો હતો. અશ્ફાકે જણાવ્યું કે મને લાગ્યું કે એક જીવન બચાવવું વધુ જરૂરી છે. તેણી સુરક્ષા કર્મીની પુત્રી છે એ જાણ્યા બાદ મારો ઉત્સાહ વધી ગયો. તેમણે કહ્યું કે, રોજા પાછળથી રાખી શકાય છે પણ કોઈનું જીવન ફરી નથી મળતું.