મુંબઈ, તા.૫
વર્ષ ૨૦૦૭નાં ટી-૨૦ ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની વિજયમાં મહત્વની ભૂમિકા નિભાવનાર ઝડપી બોલર આરપી સિંહે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ૩૨ વર્ષનાં આ ઝડપી બોલરે ટિ્‌વટર પર એક ભાવુક પત્ર લખીને ક્રિકેટને ભારે હૈયે અલવિદા કહ્યું છે. તેણે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, ૧૩ વર્ષ પહેલા ૪ સપ્ટેમ્બર, ૨૦૦૫નાં પહેલીવાર તેણે ભારતીય ટીમની જર્સી પહેરી હતી.
આરપી સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર ૬ વર્ષ જેટલું રહ્યું. આરપી સિંહે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ ૮૨ મેચ રમી હતી અને ૧૦૦થી વધારે વિકેટ ઝડપી. આરપી સિંહે પોતાના સંદેશમાં પોતાની ફેમેલી, બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘને આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭નાં વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે પાકિસ્તાન સામે ૩ વિકેટ ઝડપી હતી.