અમદાવાદ, તા.૧૦
રાજ્ય સરકાર દ્વારા ધોે.૧૦ અને ૧૨ની માન્ય બોર્ડની વર્ષ ૨૦૧૭ની પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર અને ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ના ટોકન દરે ટેબ્લેટ પૂરા પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ટેબ્લેટ વિતરણ માટેની આ યોજનાનું નામ નમો ઈ-ટેબ રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આશરે રૂા.૩.૫ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું આયોજન કર્યું છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં રૂા.૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ “આઈસીટી ઈમ્પ્રુવ્ડ” થઈ શકશે. રાજ્ય સરકારની આ ટેબ્લેટ યોજના અન્વયે રાજ્ય સ્તરનો પ્રથમ કાર્યક્રમ અન્વયે તા.૧૧/૮/૧૭ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના વરદ હસ્તે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમનું યોજાશે. ટેબ્લેટ યોજના અન્વયે ટેબ્લેટ ઈચ્છુક વિદ્યાર્થીઓની નોંધણી digitalgujarat.gov.in પોર્ટલ પર કરાવવામાં આવે છે