(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના પ્રોફેસર નિવેદીતા મેમને કહ્યું કે યુનિવર્સિટીઓના સામાજિક અને સાંસ્કૃતિક પરિસરને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનડીએ સરકાર દ્વારા નવ નિયુક્ત વાઈસ ચાન્સેલર લાગતા વળગતાં મંત્રીઓના ટેકાથી ખોટી રીતે રાષ્ટ્રવાદની સંસ્કૃતિ દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નેશનલ કોન્ફરન્સ ઓન હુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત માનવાધિકારની રાષ્ટ્રીય સંમેલનમાં મહત્વનું ભાષણ આપતાં તેમણે આવુ મહત્વનું અવલોકન કર્યું હતું. જેએનયુ દિલ્હીના વિદ્યાર્થી નેતા અમર ખાલીદ પરંપરાગતથી હટીને નવા વિદ્યાર્થી રાજનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. મુસ્લિમ મિરરના એડિટર ઈન ચીફ સૈયદ ઝુબિર અહેમદે આ વિષય પર તેમના વિચારો રજૂ કર્યાં. તેમણે કહ્યું કે યુનિવર્સિટી એક એવું સ્થળ છે કે જ્યાં ફાસીવાદને આકરો પ્રતિકાર કરવાનો વખત આવે છે તેથી યુનિવર્સિટીઓ ફાસીવાદનો સરળતાથી ભોગ બની જતી હોય છે. જ્યારે આરએસએસ દ્વારા સંચાલિત ભાજપ સરકારનો વિરોધ ન કરવામાં આવ્યો અને કોંગ્રેસ પણ વોચ એન્ડ વેઈટ નીતિ અપનાવીને બેઠી હતી ત્યારે જેએનયુ, તેના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરોએ પૂરી તાકાતથી ફાસીવાદનો વિરોધ કર્યો હતો. એનસીએચઆરઓના પ્રોફેસરે બીજા સત્રની અધ્યક્ષતા કરી. જેમાં ખ્યાતનામ પત્રકાર, દલિત વોઈસના એડિટર વીતી રાજશેખરે હાજરી આપી. તેમણે કહ્યું કે આજે ખતરનાક રાજકીય માહોલમાં આપણે મીટીંગ કરી રહ્યાં છીએ. બ્રાહ્મણવાદ દેશનો શત્રૂ છે. મુસ્લિમો વિદેશીઓ નથી. દલિત મુસ્લિમ એકતા આજની તાતી જરૂરિયાત છે. મુસ્લિમ નેતાઓએ આ કામની પહેલ કરવી જોઈએ.માનવાધિકારના પીડિતો વસંથા સાઈબાબા, ડો.જીએન સાઈબાબાની પત્ની જેઓ હાલમા નાગપુર સેન્ટ્રલ જેલમાં છે, અમાનતુલ્લાહ, અંસારી, કોટા, રાજસ્થાન ઝકીર ત્યાગી, ડો.કુસુમ મેઘવાલ, ઈરશદ અલી, મોહમદ જેવા લોકોએ તેમના વિચારો વ્યક્ત કર્યાં. ડો.હદીયા પરની ડોક્યુમેન્ટરી, આઈ એમ હહદીયા, નામની ડોક્યુમેન્ટરીને કોન્ફરન્સના બીજા દિવસે રજૂ કરવામાં આવી. જે ખ્યાતનામ ફિલ્મ નિર્માતા ગોપાલ મેમણે બનાવી હતી.
RSS યુનિવર્સિટીઓના સામાજિક અને સાંસ્કૃતિક પરિસરને બદલવાના પ્રયાસમાં : નિવેદીતા મેનન

Recent Comments