(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૬
કટોકટી સમયે ભોગ બનેલા આરએસએસના કાર્યકરોને દર્શાવતી મલયાલમ ડોક્યુમેન્ટરી ફિલ્મને પ્રદર્શિત કરવાનું સર્ટીફીકેટ આપવાનો ઈન્કાર કરાયા બાદ રાજ્ય ભાજપના પ્રમુખ કે. રાજશેખરમની આગેવાની હેઠળ પક્ષના કાર્યકરોએ શુક્રવારે દેખાવો યોજ્યા હતા. આરએસએસના કાર્યકરોને કટોકટી સામે લડત આપી હતી. જે લોકો આજે અસહિષ્ણુતાની ભાજપના શાસનમાં વાત કરે છે તેઓ આજે ટેકામાં બહાર આવતા નથી. ચંદ્ર વિજયક્રિષ્નને મલયાલમ ભાષામાં બનાવેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ નર્કના ર૧ માસ”ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટ (સીએફસી)ની પ્રાદેશિક કચેરીએ તેને રજૂ કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. ફિલ્મને ગયા મહિને પ્રાદેશિક બોર્ડ દ્વારા ચકાસાઈ હતી. જેમણે બાદમાં કોઈ જવાબ આપ્યો નથી. પ્રાદેશિક ફિલ્મ બોર્ડના અધિકારી પ્રતિભા આ મુદ્દે કોઈ ટીપ્પણી માટે ઉપલબ્ધ ન હતા. ફિલ્મને પુનઃ સર્ટીફીકેટ માટે રજૂ કરવા જણાવાયું હોવાનું એક અજાણ્યા અધિકારીએ જણાવ્યું હતું. ૭૮ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કટોકટી દરમ્યાન આરએસએસના કાર્યકર્તાઓ પર અત્યાચારોનું વર્ણન કરાયું છે. લોકશાહીને બચાવવા સંઘના કાર્યકરોના સંઘર્ષને બતાવાયો છે. ફિલ્મને ડોક્યુ-ફિકશન કેટેગરીમાં નંખાઈ હોવાનું જણાવાયું હતું. તેથી તેને ડોક્યુમેનટરી ફિલ્મનું સર્ટી. મળી શકે નહીં. —