(એજન્સી) શ્રીનગર, તા.૧
જાણીતા કાયદાવિદ અને લેખક એ.જી. નૂરાનીએ કહ્યું કે ભારત તરફી વલણ રાખનાર નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ કાશ્મીરનો વિશેષ દરજ્જો જાળવવા સાથે આવવું જોઈએ.
એમણે બંને એ સંયુક્ત રીતે મળીને કાશ્મીરની સ્વાયત્તતા અને કાશ્મીરનો વિવાદ ઉકેલવા માટે જાહેરાત કરવી જોઈએ. નૂરાનીએ પાકિસ્તાનના દૈનિક માટે લેખ લખ્યો છે જેમાં ઉપરોક્ત વાત કહી છે.
એમણે ચેતવણી આપી છે કે એમની એક નાની ભૂલથી કાશ્મીર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કબજામાં આવી જશે. અને જો બે પક્ષોના નેતાઓ આ કાર્ય કરવામાં નિષ્ફળ રહેશે તો ઈતિહાસ એમને ક્યારેય માફ નહીં કરે. એમના માટે આ છેલ્લી તક હોઈ શકે છે, અન્યથા કાશ્મીરને હડપવા લોકો બેઠા જ છે. જો મહેબૂબા અને ઓમર આ મુદ્દાને અવગણશે તો ઈતિહાસ એમને માફ નહીં કરે.
લેખમાં નૂરાનીએ જણાવ્યું છે કે કઈ રીતે આરએસએસએ કાશ્મીરમાં દાખલ થવાનો કીમિયો અજમાવ્યો છે. ર૦૧૪ની ચૂંટણીઓ પછી એમણે પીડીપી સાથે ગઠબંન કરી આ પ્રયાસ શરૂ કર્યો છે. એમણે પૂર્વ મુખ્યમંત્રી મુફતી સૈયદ અને પૂર્વ નાણામંત્રી ડ્રબુએ ભજવેલ નિર્લજજ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.
પીડીપી નેતા મુફતી મોહમ્મદ સૈયદ અને એમના ત્રણ સાથીઓ શંકાથી પણ વધુ નિર્લજ્જ પૂરવાર થયા છે. લોકોની ઈચ્છા અને પીડીપી અને એનસીની ઓફર ઠુકરાવી એમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું. ગઠબંધન કરાવનાર સંઘના પ્રવક્તા રામ માધવ હતા. હસીબ ડ્રબુએ સમર્પણની ફોર્મ્યુલા ઘડી હતી.
નૂરાનીએ મહબૂબાના વખાણો કર્યા જેમણે પોતાના ખૂબ જ મોટા દુશ્મન ઓમર સાથે મળી કાશ્મીરમાં સરકાર રચવાના પ્રયાસો કર્યા હતા.