(એજન્સી) તા.રર
બે મુસ્લિમ યુવકો સિરાજખાન અને શકીલ પર કરવામાં આવેલા ઘાતકી હુમલા પછી મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં કોમી તંગદિલી પ્રવર્તી રહી છે. આ હુમલામાં સિરાજખાનનું મૃત્યુ થયું હતું. જ્યારે શકીલની હાલત અત્યંત ગંભીર છે. આ હુમલા માટે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો પ્રમાણે આ ચાર આરોપીઓમાંથી એક આરએસએસનો પ્રચારક છે. એક સ્થાનિક પત્રકારે જણાવ્યું હતું કે જ્યારથી આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી હિન્દુ જમણેરી સંગઠનો મુસ્લિમ વસાહતો પર હુમલા કરી રહ્યા છે અને પોલીસ નિષ્ક્રિય છે.