ભરૂચ, તા.૧૧
અખિલ ભારતીય માનવધિકાર નિગરાંની સમિતિ ભરૂચ દ્વારા શિક્ષણમંત્રી ગુજરાત ને સંબોધતાં આવેદન પત્ર અન્વયે રાજ્ય ભરમાં ઇ્‌ઈ એક્ટ હેઠળ ભરાયેલા ૨૪૦૦૦ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે તેની ફેરચકાસણી કરી કોઈ વિદ્યાર્થી ટેકનિકલ અને માનવસર્જિત ભૂલના કારણે પોતાના અધિકારથી વંચિત ના રહી જાય લોકશાહીના મૂલ્યો અને અધિકારોનું હનન થતું રોકવા રજૂઆત કરતુ એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધિકારીને આપવામાં આવ્યું જેમા અખિલ ભારતીય માનવધિકાર નિગરાંની સમિતિ ભરૂચ જિલ્લા પ્રમુખ કાલુ ચૌહાણ ગુજરાત સચિવ ધર્મેન્દ્ર સિંહ ગઢવી ભરૂચ જિલ્લા સચિવ ચેતન ભાઈ પટેલ હાજર રહ્યા હતા.