(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
આરટીઇ એકટ એટલે રાઇટ ટુ એજ્યુકેશન એકટ એટલે કે ભણતરના અધિકારનો કાયદો આ કાયદા હેઠળ ખરેખર તો કોઈપણ જ્ઞાતિ, જાતિ કે કોઈપણ ધર્મના વ્યક્તિને અથવા બાળકને ભણવાનો અધિકાર છે અને આ આરટીઈ એક્ટ એટલે કે ભણવાના અધિકારના કાયદા હેઠળ કોઈપણ જ્ઞાતિ જાતિ કે ધર્મના આધાર ઉપર કોઈપણ મનુષ્યનું વિભાજન થઇ શકે નહીં પણ સર્વ મનુષ્યને ભણવાનો અધિકાર છે અને સરકાર એને પૂર્ણ કરે તેવી જોગવાઈ છે. તેમછતાં પણ આજે હાઈકોર્ટમાં જે પીટીશન દાખલ થઇ છે તેને ધ્યાનમાં લઈએ તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ને પણ સરકારે જ્ઞાતિ જાતિ અને ધર્મના આધારે વિભાજિત કરેલી છે. શું આ યોગ્ય છે? તેઓ પ્રશ્ન કરતી પીટીશન આજે હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જો દાખલ થયેલી પિટિશનનો આધાર લઈએ તો પિટિશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરટીઇ ને ૧૧ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે એટલે કે જો પ્રથમ કેટેગરીના લોકોને એડમિશન મળે ત્યારબાદ બીજી કેટેગરીના લોકોને એડમિશન મળે અને ત્યારબાદ અનુક્રમે અન્ય કેટેગરીના લોકોને એડમિશન મળે. અહીં આપને જણાવી દઇએ કે કેટેગરી એટલે જ્ઞાતિ અને જાતિ આધારિત વિભાજન એટલે કે પ્રથમ જ્ઞાતિ અને જાતિ ને એડમિશન મળવાની સો ટકા શક્યતા અને ત્યારબાદ અનેક જ્ઞાતિ અને જાતિનું એડમિશન મળે એટલે ૧૧મી જ્ઞાતિ અને જાતિ ને આરટીઇ હેઠળ એડમિશન મળવાની શક્યતા નહિવત્. આ રીતની ભેદભાવપૂર્ણ નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવી છે. એની વિરુદ્ધ એટલે ભેદભાવપૂર્ણ નીતિ વિરુદ્ધ પિટિશન આજે હાઇકોર્ટમાં દાખલ થઈ છે. સરકાર આ મુદ્દે ૪ એપ્રિ૧૮ થી આ જીઆર અમલમાં લાવી છે હાઈકોર્ટે સરકારને આ મુદ્દે જવાબ રજૂ કરવા બે અઠવાડિયાનો સમય આપ્યો છે વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ રાખવામાં આવી છે.
RTEનું જ્ઞાતિ, જાતિ, ધર્મના આધારે સરકાર દ્વારા કરાયેલું વિભાજન શું યોગ્ય ?

Recent Comments