(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૯
મોડે સુધી રાહ જોવડાવ્યા બાદ રાજયભરની શાળાઓમાં ધોરણ ૧માં ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત રપ ટકા જગ્યાઓ પર એડમિશન મેળવવાના ફોર્મ ભરવાના પ્રથમ જ દિવસે વેબસાઈટે સાથ ન આપતા વાલીઓ ખુબ જ પરેશાન થયા હતા અને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. વાલીઓ સવારથી જ સાયબર કાફે પર લાઈનો લગાવીને ફોર્મ ભરાવવા માટે ઉભા હતા. પરંતુ વેબસાઈટ ઓપન ન થતા. વાલીઓ ખૂબ જ પરેશાન થયા હતા. એમાય ઓછું ભણેલા અને કોમ્પ્યુટરનું જ્ઞાન ન ધરાવતા વાલીઓને તો પારાવાર મુશ્કેલીનો અનુભવ થયો હતો.
રાજયભરમાં આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત પુરજોશમાં થઈ હતી. જેના પ્રથમ દિવસે જ વેબસાઈટ સુચારરૂપે કાર્ય ન કરતા વાલીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને વબેસાઈટ પર ફોર્મ ભરતી વખતે ગુગલમેપ અત્યારે પણ સાચું એડ્રેસ નથી. બતાવતું આ મુશ્કેલી મુસ્લિમ અને દલિત અને પછાત વિસ્તારોમાં જ વધુ જોવા મળે છે. આજ પરેશાની ગયા વર્ષે પણ અનુભવાઈ હતી. તથા વાલીઓને ફોર્મ ભરાવવા માટે સાયબરકાફે પર સવારથી જ લાઈનો લાગી હતી અને આ મુશ્કેલી સામે આવતા વાલીઓમાં સરકાર સામે ભારે નારાજગી પ્રગટી હતી.