અમદાવાદ,તા.ર૧
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને કુલ ૧,૮૭,૬૬૦ અરજીઓ મળી હતી. આ પૈકી ૮૦,૧૯૯ બાળકોને સ્કૂલ ફાળવવામાં આવી છે. પરંતુ ૪પ,પ૩ર બાળકોને આજદીન સુધી કોઈ શાળા કાળાવવામાં નહી આવેલ મામલે તા.ર૦-૬-ર૦૧૮ના રોજ મેટર ચાલી જતા નામ મેટર આજ તા.ર૧-૬-ર૦૧૮ પર મુલતવી રાખી હતી. લંચ બાદ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા સરકારી વકીલ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી કે, અરજદારે ૪પ,પ૩ર બાળકોને પ્રવેશ આપવા માટે બીજો રાઉન્ડ કરવાની જે રજૂઆત કરી છે તેને ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી કારણ કે આપવા પાત્ર તમામ એડમિશનો પ્રથમ રાઉન્ડમાં જાહેર કરી દીધો છે અને હવે પ્રવેશ આપી શકાય તેવી શાળાઓમાં જગ્યા ના હોય બીજો રાઉન્ડ જાહેર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. રાજય સરકારની આ રજૂઆત બાબતે અમો અરજદારે રજૂઆત કરેલ છે કે રાજય સરકારે ૪પ,પ૩ર બાળકોનો બીજો રાઉન્ડ જાહેર કરવાની ખાત્રી આપેલ છે અને તમામ વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે જેના પુરાવા પણ પિટિશનમાં રજૂ કરી છે ગુજરાત હાઈકોર્ટે એફિડેવિડ (લેખિત પ્રત્યુતર) ફાઈલ કરવા રાજય સરકારને નિર્દેશ આપ્યો છે. આ કેસની સુનાવણી ફરીથી તા.રપ-૬-ર૦૧૮ સોમવારના રોજ રાખવામાં આવી છે.
આ નોંધનીય છે કે સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો તથા ગુજરાત યુનિવર્સિટીમાં વેલ્ફેર મેમ્બર અઝહર રાઠોડના સમર્થનથી આરટીઈ મામલે હાઈકોર્ટ પીઆઈએલ કરવામાં આવી હતી.
આ અંગે અઝહર રાઠોડે કહ્યું હતું કે બાળકોને આ કાયદા અને સરકારના પરિપત્ર પ્રમાણે પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમ છતાં સ્કૂલો પ્રવેશ આપવા તૈયાર ના હોવાથી તથા પ્રવેશનો બીજો રાઉન્ડ આજદિન સુધી ચાલુ થયો નથી તમામ સરકારી તંત્ર અને શિક્ષણમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણના આવતા અંતે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. ઉદગમ અને આનંદ નિકેતન જેવી સ્કૂલો દ્વારા પણ પ્રવેશના આપવો પડે તે માટે જાહેરહિતની અરજી કરી અને દર્શાવ્યું કે શિક્ષણનો કાયદો ૧થી ૮ ધોરણ સુધીનો કાયદો છે અને કાયદા પ્રમાણે એવો પણ નિર્દેશ છે કે ધોરણ ૧માં કાયદા પ્રમાણે ૬ વર્ષથી ઉપરનું બાળક લેવાય અને અમે ૬ વર્ષથી નીચેના બાળકોને કાયદા પ્રમાણે કઈ રીતે પ્રવેશ આપીએ. પણ એવા કિસ્સા પણ બહાર આવ્યા છે કે આ સ્કૂલો દ્વારા ૬ વર્ષથી ૭ વર્ષ વચ્ચેના બાળકોને પણ સ્કૂલો પ્રવેશ આપવા તૈયાર નથી અને તેમની સાથે ગેરવર્તણૂક કરી રહી છે આ બાબતે સ્કૂલો પર એફઆઈઆર થઈ શકે છે પણ સરકાર પાછલા બારણેથી સ્કૂલોના સમર્થનમાં દેખાય છે અને પાછુ સરકારના આ કાયદાના પરિપત્ર પ્રમાણે પથી ૭ વર્ષના બાળકને ૧ ધોરણ આ પ્રવેશ મળશે તેવું દર્શાવવામાં આવ્યું છે તો શું સરકારને એટલું પણ ભાન નથી કે ૬ વર્ષના બાળકને પ્રવેશ મળશે તેવો કાયદો છે આ બધામાં ભોગવવાનો વારો બાળકો અને વાલીઓને આવી રહ્યો છે સરકાર અને સ્કૂલોની મીલીભગત હોય તેવા વર્તનથી વાલીઓ અને બાળકો ઘણા પરેશાન થઈ ગયા છે. તેનો આક્ષેપ અઝહર રાઠોડે કર્યો છે.