(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસએઆઈ) હેઠળ દત્તક લીધેલા તમામ ચારેય ગામોમાં પોતાના ફંડમાંથી એકપણ રૂપિયો ખર્ચ કર્યો નથી. આ ખુલાસો આરટીઆઈ અનુજ વર્મા દ્વારા સૂચનાનો અધિકાર (આરટીઆઈ) હેઠળ દાખલ અરજીના જવાબમાં થયો છે. જિલ્લા ગ્રામ્ય વિકાસ અભિકરણ યોજના નિર્દેશક દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દત્તક લીધેલા ગામ જયાપુર, નાગેપુર, કકરહિયા અને ડોમરીમાં વડાપ્રધાનની સાંસદનીધિમાંથી કોઈપણ કાર્ય કરવામાં આવ્યા નથી. આરટીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદી જે વારાણસીના લોકસભા સાંસદ છે, તેમણે પોતાના સંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (એમપીએલડીએસ) ફંડમાંથી કોઈ નાણાં લીધા નથી. વિડંબના એ છે કે તેમના એક ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જો કે સાંસદ એમપીએલડીએસના ખર્ચને વધારવામાં અસમર્થ છે. માટે એસજીવાય યોજના એક જ ગામમાં પોતાના નાણાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે અને તેને આધુનિક રીતે વિકસિત કરવામાં મદદ કરશે. જાણવા મળ્યું કે આ ગામડાઓમાં વિકાસ કાર્ય સાંસદનીધિના સ્થાને સરકારી યોજનાઓ અને કંપનીઓના સીએસઆર ફંડમાંથી કરવામાં આવી રહ્યા છે.