(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
એક આરટીઆઇના ખુલાસામાં જાણવા મળ્યું છે કે, ખાનગી ઉત્પાદકો પાસેથી ઇવીએમ મશીન ખરીદી અંગે કેન્દ્રીય કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ દ્વારા જે આંકડા દર્શાવાયા છે તેમાં ઘણું અંતર જોવા મળ્યું છે. હિસાબમાં આટલી મોટી વિસંગતતાઓ મુદ્દે બોમ્બે હાઇકોર્ટમાં એક પીઆઇએલ કરવામાં આવી છે. મુંબઇ ખાતેના આરટીઆઇ કાર્યકર મનોરંજન રોયન ૧લી નવેમ્બર ૨૦૧૭ના રોજ કાયદા મંત્રાયલ તરફથી આરટીઆઇના જવાબમાં કહેવાયું હતું કે, ઇવીએમની ખરીદીમાં ૧૩,૯૫,૩૦૬ બેલટિંગ યુનિટ્‌સ(બીયુ) અને ૯,૩૦,૭૧૬ કંટ્રોલ યુનિટ્‌સ(સીયુ)નો કુલ ખર્ચ ૨૩,૨૬,૦૨૨ થયો છે. જોકે, તેના એક મહિના બાદ જ આરટીઆઇના એક જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, ઇવીએમ બનાવનારી જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી તેણે ૩૮,૮૨,૩૦૬ યુનિટ મેળવ્યા છે. બેંગ્લુરૂ ખાતેની ભારત ઇલેકટ્રોનિક્સ લિ.(બીઇએલ)એ ૧૦,૦૫,૬૬૨ બીયુ અને ૯,૨૮,૦૪૯ સીયુના કુલ ૧૯,૩૩,૭૧૧ યુનિટ્‌સ મેળવ્યા છે જ્યારે હૈદરાબાદની ઇલેકટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(ઇસીઆઇએલ)એ ૧૦,૧૪,૬૪૪ બીયુ અને ૯,૩૪,૦૩૧ સીયુના કુલ ૧૯,૪૮,૬૭૫ પીસ પુરા પાડ્યા છે. આ બંને કંપનીઓ પાસેથી મળી કુલ ૩૮,૮૨,૩૮૬ પીસ મળ્યા છે જે કાયદા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ૨૩,૨૬,૦૨૨ પીસના આંકડામાં ૧૫,૫૬,૩૬૪ પીસનું અંતર છે.
આરટીઆઇ કાર્યકર મનોરંજન રોયે કહ્યું છે કે, ‘કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં આટલું બધું અંતર હોવા પાછળ કયું કારણ હોઇ શકે ? જ્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા જ કાયદા મંત્રાલય આપે છે તો પછી આ મુદ્દે તેણે સ્પષ્ટતા કરવી જોઇએ.’ બીજીવાર ૩ માર્ચ ૨૦૧૭ના રોજ ૨૦૧૭-૧૮ના વર્ષ માટે ૪,૧૦,૦૦૦ બીયુ અને ૩,૧૪,૦૦૦ સીયુ મળીને કુલ ૭,૨૪,૦૦૦ પીસીસ પુરા પાડનારી બે કંપનીઓ સાથેના એલઓયુ ચૂંટણી પંચે બહાર પાડ્યા હતા. બીઇએલે ૨,૦૫,૦૦૦ બીયુ અને ૧,૫૭,૦૦૦ સીયુ મળી કુલ ૩,૬૨,૦૦૦ પીસીસ જ્યારે ઇસીઆઇએલે ૨,૧૭,૬૫૩ બીયુ અને ૩૫,૮૫૮ સીયુ મળીને કુલ ૨,૭૧,૬૫૩ પીસીસ પુરા પાડ્યા હતા. રોયે જણાવ્યું હતું કે, જાહેર કરાયેલા એલઓયુ અનુસાર કુલ પીસીસમાં ૯૦,૩૪૭ પીસની ઘટ આવે છે તેથી ચોક્કસ આંકડો સ્પષ્ટ થતો નથી. આશ્ચર્યજનક રીતે સ્ટોકમાં મોેટી સંખ્યામાં ઇવીએમ હોવા છતાં ભારતીય ચૂંટણી પંચે ૨૫ સપ્ટેમ્બરના રોજ કહ્યું કે, ભવિષ્યમાં દેશમાં તમામ સંસદીય અને વિધાનસભા ચૂંટણીઓ માટે વીવીપીએટી મશીનો હવેથી ઉતારશે. ૨૦૧૯માં આગામી લોકસભા ચૂંટણીઓ માટે તમામ પોલિંગ સ્ટેશનો માટે ૧૦૦ ટકા વીવીપીએટીની જરૂરિયાતને પહોંચી વળવા ચૂંટણી પંચે બીઇએલ અને ઇસીઆઇએલને ૧૭.૪૫ લાખ વીવીપીએટીનો ઓર્ડર આપ્યો છે. જોકે, આ તારીખ સુધી ૯.૪૫ લાખ યુનિટ તૈયાર થયા છે. બંને કંપનીઓએ આશ્વાસન આપ્યું છે કે, આગામી નવેમ્બર માસના અંત સુધીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં બાકીના વીવીપીએટી પહોંચી જશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું. જોકે, કેન્દ્રીય કાયદા મંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું હતું કે, ૧૯૮૯થી ૨૦૧૦માં ચૂંટણી પંચે કુલ ૧૬,૧૦,૪૩૦ ઇવીએમ મેળવ્યા છે અને ૨૦૧૦-૨૦૧૭ દરમિયાન તેણે ૧૮,૦૫,૧૮૨ બીયુ અને ૧૧,૮૨,૩૬૭ સીયુ મેળવ્યા છે.જોકે, ૨૯મી જૂન ૨૦૧૭ના રોજ ઇસીઆઇએલે એક આરટીઆઇના જવાબમાં જણાવ્યું હતું કે, ૧૯૮૯-૨૦૧૦ વચ્ચે તેણે ૮,૦૯,૮૦૬ બીયુ અને ૮,૦૯,૮૦૬ સીયુ પુરા પાડ્યા છે અને ૨૦૧૪-૧૫માં ૧૦,૦૦૦ વીવીપીએટી પુરા પાડ્યા છે. વર્ષ ૨૦૦૪-૦૫માં તેણે ૯૧,૦૫૦ બીયુ અને ૯૧,૦૫૦ સીયુ વિવિધ રાજ્યોના ચૂંટણી પંચોને પુરા પાડ્યા હતા અને ૨૦૧૪-૧૭ વચ્ચે તેણે ૧,૦૯,૦૭૫ બીયુ અને ૨,૯૪,૩૩૭ સીયુ વિવિધ ચૂંટણી પંચોને પુરા પાડ્યા છે. રોયે પૂછ્યું છે કે, આરટીઆઇ કાર્યકર મનોરંજન રોયે કહ્યું છે કે, ‘કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં આટલું બધું અંતર હોવા પાછળ કયું કારણ હોઇ શકે ? જ્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા જ કાયદા મંત્રાલય આપે છે તો પછી આ મુદ્દે તેણે સ્પષ્ટતા કરવી જોઇએ.’ રોયે દાખલ કરેલી પીઆઇએલમાં ઇવીએમ મશીનોને પોસ્ટ, હાથોહાથ તથા અન્ય સ્ત્રોતો દ્વારા પુરા પાડવા અગે પણ સવાલો ઊભા કરાયા છે.