(એજન્સી) તા.૧૦
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ શનિવારે કહ્યું હતું કે અમેરિકા વાટાઘાટો કરવા માટે અને મંત્રણા શરૂ કરવા માટે સતત ઈરાનને પ્રસ્તાવ મોકલાવે છે. આ માહિતી એક જાણીતા મીડિયા રુટરે આપી હતી. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ઈરાન સાથેના પરમાણ કરારમાંથી અમેરિકાને અલગ કરી લીધો છે ત્યારથી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જેસીપીઓએ કરારને અમેરિકી ઈતિહાસનો સૌથી ખરાબ કરાર ગણાવતા હતા. જોકે એવું કહેવાય છે કે તેમણે આ નિર્ણય તેમના સહયોગી ઈઝરાયેલ અને સઉદી અરબને ખુશ કરવા માટે કર્યો હતો. નોંધનીય છે કે તેના બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાન પર નવા પ્રતિબંધો લાગુ કરી દીધા હતા. નોંધનીય છે કે ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે તે ઈરાનના નેતાઓને મળવા ઈચ્છે છે. રૂહાનીએ ઈરાની સ્ટેટ ટેલિવિઝન પર કહ્યું હતું કે એક તરફથી તેઓ ઈરાનના નાગરિકો પર દબાણ કરી રહ્યાં છે અને બીજી તરફથી તેઓ અમને જુદી જુદી રીતે સંદેશ મોકલાવે છે કે તેઓ વાટાઘાટો કરવા માટે તૈયાર છે. તેઓ કહે છે કે અમે અહીં વાટાઘાટો કરવા તૈયાર છીએ અને અમે ત્યાં પણ વાટાઘાટો કરવા તૈયાર છીએ. અમે મુદ્દાને ઉકેલવા માગીએ છીએ, શું તમે અમારો સંદેશ જોયો ? નોંધનીય છે કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેના તમામ પરમાણુ કાર્યક્રમો બંધ કરી દે અને સીરિયા તથા ઈરાકમાં આતંકી સંગઠનોને ટેકો આપવાનું બંધ કરે.