(એજન્સી) મુંબઈ, તા.૩૦
કારોબારના અંતે ગુરૂવારે રૂપિયો વધુ ૧પ પૈસા તૂટતાં ડોલરના મુકાબલે ૭૦.૭૪ પૈસાની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આયાતકારો ડોલરની માગ અને ક્રૂડના ભાવોમાં ઉછાળાથી રૂપિયો ગગડ્યો હતો. દિવસના વેપારમાં સવારે રૂપિયો રેકોર્ડ સ્તરે ડોલરના મુકાબલે ૭૦.૯૦એ પહોંચ્યો હતો. જેનાથી ખનીજ તેલના ભાવોમાં વધારો અને નાણાકીય ખાદ્ય વધી હતી. રૂપિયો તૂટવાના મુખ્ય કારણો :
૧. વેપારીઓના મતે રિફાઈનરીઓ દ્વારા મોટાપાયે ક્રૂડ આયાતની ખરીદી થતાં રૂપિયો તૂટ્યો હતો.
ર. વિશ્વભરમાં ડોલર મજબૂત થતાં તેની રૂપિયા પર અસર પડી હતી.
૩. માસના અંતે આયાતકારોની ડોલરની માગથી રૂપિયો દબાયો હતો. વિશ્વબજારમાં તેલની વધતી કિંમતો અને બજારનું ચલણ નબળું પડતાં તેની રૂપિયા પર અસર થઈ. રૂપિયાને વધુ તૂટતો બચાવવા રિઝર્વ બેંક દ્વારા કોઈ આક્રમક દખલગીરીની અપેક્ષા નથી તેમ રૂશાબ માસ રિસર્ચ એનાલિસ્ટનું માનવું છે.
૪. બુધવારે રૂપિયો ૪૯ પૈસા તૂટ્યો હતો. જે ડોલરના મુકાબલે ૭૦.પ૯ પૈસા રહ્યો હતો.
પ. ગુરૂવારે સ્થાનિક માર્કેટમાં સેન્સેક્સ ૩ર.પપ પોઈન્ટ તૂટવા સાથે ખૂલ્યો હતો.
૬. એશિયન બજારો ગુરૂવારે તૂટ્યા હતા. જ્યારે ચીની બજાર અમેરિકા સાથેના ટ્રેડવોરમાં મજબૂતાઈ સાથે જોખમ ઉઠાવી રહ્યું હતું.
૭. ગુરૂવારે તેલના ભાવો સર્વોચ્ચ સપાટીએ વિશ્વભરમાં પહોંચ્યા હતા. ઈરાન-વેનેઝુએલાના તેલ પુરવઠાને ખલેલ પહોંચાડતા ક્રૂડના ભાવો ઊંચકાયા હતા. જેથી અમેરિકી ડોલર વધુ મજબૂત બન્યો હતો.