(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૮
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા આજે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, રાજયમાં સક્રિય થયેલી વરસાદી સીસ્ટમને લઈને સ્થિતિને પહોંચી વળવાની રૂપરેખા ઘડી કાઢવા સાથે વર્તમાન પરિસ્થિતિ સહિતના તમામ ક્ષેત્રની સમીક્ષા કરવામાં આવી હતી. રાજયમાં પાંચ ઈંચથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં રાહતદારે પશુપાલકોને ઘાસ વિતરણ યથાવત રાખવા તથા કચ્છના ટપ્પર ડેમને પીવાના પાણીમાં ત્વરાએ ભરી દેવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બોલાવેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વરસાદને પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ આ બે દિવસ દરમ્યાન ર૭૮ એમસીએમ પાણી આવ્યું છે. મધ્ય ગુજરાતના પાનમ, કરજણ, કડાણા અને દક્ષિણ ગુજરાતના ઉકાઈ જળાશયો સહિત રાજયના ર૦૩ ડેમ જળાશયોમાં પાછલા બે દિવસમાં ર૭૮ એમસીએમ પાણીનો આવરો થયો છે. સમગ્ર તથા જળાશયોમાં પપ૬ એમસીએમ નવું પાણી આવ્યું હોવાની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ કચ્છના ટપ્પર ડેમને પીવાના પાણી માટે નર્મદા જળથી ત્વરાએ ભરી દેવાની સૂચનાઓ આપતા જણાવ્યું કે રાજયના કચ્છ સહિત જે વિસ્તારોમાં હજુ પાંચ ઈંચથી ઓછો વરસાદ છે. ત્યાં રાહત દરે ઘાસચારાનું વિતરણ યથાવત રખાશે. એટલું જ નહીં પશુપાલકોને ઘાસચારાની કોઈ અછત ન રહે તેનો પુરતો પ્રબંધ જિલ્લા વહીવટીતંત્રો દ્વારા કરવાની સૂચનાઓ પણ તેમણે આપી હતી. મુખ્યમંત્રીએ રાજયમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા અંગેની તંત્રની સજજતાની પણ સમીક્ષા આ બેઠકમાં કરી હતી. એનડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની ટુકડીઓ અને ર૪ટ૭ કાર્યરત કન્ટ્રોલ રૂમની સ્થિતિનો પણ તેમણે જાયતો મેળવ્યો હતો. અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સરકારે એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત કરી હોવાની વિગતો પણ જણાવી હતી.