મૉસ્કો,તા.૧૬
ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ સાથે જ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ ભલે પુરો થયો હોય. પંતુ ફેન્સ પર ફૂટબોલની ખુમારી હજી બાકી છે. આવી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફેન્સ આઇડી કાર્ડ વાળા ફૂટબોલ પ્રેમીઓ માટે વર્ષ ૨૦૧૮ સુધી રશિયામાં વગર વિઝાએ એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે.
એક સમાચાર એજન્સીના રિપોર્ટમાં આ અંગે માહિતી આપી છે. એજન્સીએ પુતિનના હવાલાથી જણાવ્યું હતું કે, ‘વિદેશી ફૂટબોલ પ્રેમી, જેની પાસે હજી ફેન આઇડી કાર્ડ છે તેમને આ વર્ષના અંત સુધીમાં વગર વીઝાએ અનેક વખત ફ્રી એન્ટ્રી કરી શકે છે.’ એજન્સી પ્રમાણે રશિયાના લુજ્નિકી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ફ્રાન્સ ચેમ્પિયન બનવાના પ્રસંગે વ્લાદિમીર પુતિને આ જાહેરાત કરી છે.
એજન્સી પ્રમાણે પુતિને કહ્યું હતું કે, ફિફા વર્લ્ડકપમાં મેજબાની કરી રહેલું રશિયા ગૌરવ અનુભવી રહ્યું છે. આપણા લોકોએ સારી રીતે આ ટૂર્નામેન્ટની મેજબાની કરી છે. વિદેશ ફૂટબોલ પ્રેમીઓ માટે આ વખતે ફેન આઇડી કાર્ડ આપવામાં આવ્યું છે. આવા ફૂટબોલ પ્રેમીઓ માટે આખું વર્ષ રશિયામાં વિઝા વગર ફ્રી એન્ટ્રી કરાશે. ફૂટબોલ વર્લ્ડકપ પુરો થયા પછી આઇડીકાર્ડની માન્યતા ૨૫ જુલાઇએ પુરી થવાની હતી. પરંતુ હવે આ કાર્ડ આખું વર્ષ માન્ય ગણાશે.
ઉલ્લેખનીય છે કે, ૨૧મા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં ફ્રાન્સના સ્વરૂપમાં નવો ચેમ્પિયન મળ્યો છે. રવિવારે થયેલી ફાઇનલ મેચમાં ફ્રાન્સે ક્રોએશિયાને ૪-૨થી હરાવ્યું હતું. લુજ્નિકી સ્ટેડિયમમાં ફાઇલન મેચ જોવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ક્રોએશઇયાની રાષ્ટ્રપતિ કોલિંડા ગ્રૈબર કિતારોવિકા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો પણ ઉપસ્થિત હતા.