(એજન્સી) મોસ્કો, તા.૧૧
રશિયાના વિદેશમંત્રી અરજી લેવરોવે શુક્રવારે અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પીઓને કહ્યું હતું કે, રશિયાએ અમેરિકા દ્વારા લદાયેલ પ્રતિબંધોને સખત રીતે ફગાવી દીધા છે. સ્કીયલ કેસમાં રશિયાની દખલ અંગેના આરોપ બાદ આ પ્રતિબંધો લગાવાયા હતા. રશિયન વિદેશ મંત્રાલયને ટાંકીને ન્યુઝ એજન્સી ઝીડન્હુઆએ કહ્યું કે, રશિયન વિદેશ મંત્રીએ પુનઃ એ વાત દોહરાવી છે કે તેમના દેશનો જાસૂસ સર્જિ સ્ક્રીપાલની બ્રિટનમાં થયેલી હત્યામાં કોઈ ભૂમિકા નથી. આ આરોપો અંગે બ્રિટન યુએસ કે બીજા કોઈ દેશોએ હકીકત સાબિત કરતા કોઈ પુરાવા આપ્યા નથી. બ્રિટનના સેલી સબરીમાં માર્ચમાં સ્ક્રાઈયલ અને તેની પુત્રી યુલીઆ પર ઝેરી હુમલો થયાના આરોપસર રશિય પર અમેરિકાએ નવા પ્રતિબંધો લગાવ્યા હતા. વેસ્ટર્ન દેશોનો દાવો છે કે, એજન્ટોને હતાશ કરવાના પ્રયાસમાં રશિયા ખુલ્લું પડી ગયું હતું. જ્યારે રશિયન સરકારે વારંવાર તેની દખલનો ઈન્કાર કર્યો છે. ક્રેમલીનના પ્રવક્તા ડેમીપ્રી પેસ્કોર્વ અમેરિકી પ્રતિબંધોની ટીકા કરી છે. મોસ્કો વળતો પ્રતિકાર કરવા વિચારી રહ્યું છે. લેવરોવ અને પોમ્પીઓએ હેલકિન્સી ખાતે શિખરવાર્તા સમયે આ મુદ્દાની ચર્ચા કરી હતી. બંને રાજદૂતો પોતાના હિતો અંગે એકબીજાના સંપર્કમાં રહે. અમેરિકા દ્વારા વાતચીતના સંકેત શરૂ થયા છે.