(એજન્સી) તા.૨૨
રશિયા અને ઇરાન પર પ્રતિબંધો લાદનાર અમેરિકન કાયદો હવે ભારત માટે પણ અવરોધક બની રહ્યો છે કારણ કે ભારત રશિયા સાથે પોતાની લશ્કરી ભાગીદારી સુદ્રઢ કરવા માગે છે અને ચાબહાર બંદર દ્વારા અફઘાનિસ્તાન સાથેના વ્યાપારી સંબંધો પણ સુધારવા માગે છે. ગયા વર્ષે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ધ કાઉન્ટરીંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેગ્સન એક્ટ’(સીએએટીએસએ) કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા કે જેના દ્વારા રશિયા, ઇરાન, ઓમાન અને ઉ.કોરિયા પર પ્રતિબંધો લાદવામાં આવે છે.
રશિયાના સૌથી મોટા સૈન્ય ભાગીદાર એવા ભારતને પણ આ કાયદાને કારણે સહન કરવું પડશે. રશિયાને સજા કરવા માટેના અમેરિકાના કાયદાના પ્રત્યાઘાતો ભારત પર પણ પડી શકે છે. રશિયાના પ્રમુખ પુતિન સાથેની વડાપ્રધાન મોદીની અનૌપચારીક શિખરનો મુખ્ય એજન્ડા પ્રતિબંધોની સંભવિત અસર હશે. રશિયાના સૌથી મોટા સૈન્ય ભાગીદાર એવા ભારતને રશિયાને સજા કરવા માટે અમેરિકાએ જે કાયદે ઘડ્યો છે તેની અસર ભારતને પણ થશે. આજની બેઠકમાં રશિયા તરફથી ૪.૫ અબજ ડોલરના એસ ૪૦૦ ટ્રાઇમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ના વેચાણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે. ભારત આ સિસ્ટમને ગેઇમ ચેન્જર માને છે. આ સિસ્ટમ દ્વારા ચીન જે બેલેસ્ટીક મિસાઇલ સ્ટીલ્થ એરક્રાફ્ટ વિકસાવી રહ્યું છે તેનો મુકાબલો કરશે. આમ રશિયાથી ઇરાન વચ્ચે ભારત અમેરિકન પ્રતિબંધોના ક્રોસ ફાઇરીંગમાં અટવાયું છે.