(એજન્સી) સિયોલ,તા.ર૩
કોરિયન દ્વિપકલ્પમાં થોડા સમય માટે ત્યારે તણાવ પેદા થઈ ગયો, કે જયારે દક્ષિણ કોરિયાઈને સેનાએ રશિયન લડાકુ વિમાનો પર આડેધડ ૩૬૦ રાઉન્ડ ગોળીબાર કર્યો. અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાના જણાવ્યા અનુસાર, તેણે દેશના હવાઈ ક્ષેત્રમાં ધૂસી ગયેલા ટીવી-૯પ અને એ-પ૦ નામના બે રશિયન લડાકુ વિમાનોને ચેતવણી આપતા તેના પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. બંને દેશો વચ્ચે આ પ્રકારની ઘટના પહેલીવાર જોવા મળી છે. બીજી તરફ વિદેશ મંત્રાલયે તેમ પણ કહ્યું કે, મંગળવારે જ દક્ષિણ કોરિયાની સરહદમાં એક ચીની લડાકુ વિમાન પણ ઘૂસી ગયું હતું. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાના ઘણા લડાકુ વિમાન મંગળવારે દેશના પૂર્વીય ભાગોમાં ઘૂસી ગયા હતા. ત્યારે દ.કોરિયાના લડાકુ વિમાનોએ પણ ઉડાણ ભરીને ચેતવણી માટે રશિયન વિમાનો પર ગોળીઓ વરસાવી મંત્રાલયે જણાવ્યા મુજબ, મંગળવારે જ ચીનના લડાકુ વિમાનોએ પણ દેશની વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું જો કે, રશિયન વિમાન એકવાર ચેતવણી અપાયા બાદ દક્ષિણ કોરિયાની વાયુ સરહદમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ ર૦ મિનિટ બાદ તેમણે પુનઃ પ્રદ. કોરિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે પણ આ વિમાનોને આ જ રીતે ખદેડવા પડયા હતા.
દક્ષિણ કોરિયાના અધિકારીઓ મુજબ, આ પહેલી એવી ઘટના છે કે, જેમાં રશિયાના લડાકુ વિમાનોએ તેમના દેશની વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું હોય. અહેવાલ મુજબ, રશિયાના ૩ અને ચીનના ર લડાકુ વિમાનોએ દ.કોરિયાની વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું જો કે, એ જાણી શકાયું નથી કે, આ વિમાનોએ આવું જાણી જોઈને કર્યું હતું કે ભૂલથી દ.કોરિયાએ ઉમેર્યું છે કે, તે આ ઘટના અંગે પોતાનો વિરોધ નોંધાવવા માટે મંગળવારે રશિયા અને ચીની દૂતાવાસના અધિકારીઓને બોલાવશે.