(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૧
અમેરિકાની રાજધાનીમાં ઓછી ઊંચાઈએ એક રશિયનો વિમાન ઉડવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. તપાસમાં ખોજ કરવાવાળું વિમાન નીકળ્યું હતું. તેને અમેરિકાની સરકારે ઓપન સ્કાઈઝ સંધિ તરીકે ઉડાન ભરવાની અનુમતી આપી હતી. રશિયા અને અમેરિકાએ ઓપન સ્કાઈઝ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેના લીધે બધા ૩૪ સદસ્યો દેશોના પૂર્વ ક્ષેત્રમાં હથિયારો સહિત ધ્યાન રાખતા વિમાનોને ઉડાન ભરવાની અનુમતિ છે. તેનો ઉદ્દેશ સૈન્ય ગતિવિધિમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવામાં અને સમાધાનમાં મદદરૂપ થવાનું છે. પેન્ટાગોનના પ્રવક્તા ડેન ગ્રેકનીએ કહ્યું કે તે અભિયાન સમાપ્ત થવા સુધી વિમાનના માર્ગનો ખુલાશો કરશે નહીં. વિશિષ્ટ અભિયાનના કેટલાક ખંડો છે જેને પૂરા થવામાં કેટલાક દિવસો લાગશે. વોશિંગ્ટન પોલીસે કહ્યું કે મોટા વિમાનો સીધા અમેરિકાની રાજધાની પરથી ઊડી શકે છે.