બેંગકોક,તા.૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર પર મધ્યસ્થતાની વાત કહી છે. આ અહેવાલ મીડિયામાં આવ્યા બાદ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કાશ્મીર પર જો ચર્ચા કરશે તો માત્ર પાકિસ્તાન સાથે કરશે અને તેના માટે કોઈ પણ દેશની મધ્યસ્થતાની જરૂર નથી. વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે ભારત કાશ્મીર મુદ્દે કોઈ પણ દેશને સામેલ નહીં કરાય. તે દ્વિપક્ષીય મંત્રણા હશે.
વિદેશ મંત્રીએ શુક્રવારે બેન્કોકમાં પોતાના અમેરિકન સમકક્ષની સાથે મુલાકાત કરી એન ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. બેઠક બાદ તેઓએ ટિ્‌વટ કર્યુ કે તેઓએ કાશ્મીર પર ભારતના વલણને પોમ્પેઓને જણાવી દીધું છે. તેઓએ કહ્યું કે કાશ્મીર પર કોઈ પણ ચર્ચા જો હશે તો તે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય રૂપમાં હશે.