અમદાવાદ,તા.રર
રાજ્યભરના એસ.ટી. કર્મીઓની હડતાળ બીજા દિવસે જ આક્રમક બની છે. દિવસના અંતે સરકાર દ્વારા રચાયેલી કમિટી અને એસ.ટી. નિગમના અગ્રણીઓની બેઠકમાં ૭માં પગાર પંચ સહિતની પડતર માંગણી અંગે કોઈ સમાધાન ન નીકળતા આ વાટાઘાટો પડી ભાંગી હતી. આમ સરકાર અને એસ.ટી. કર્મીઓ વચ્ચે કોઈ સમાધાન ન સધાતાં આગામી સમયમાં હડતાળ વધુ આક્રમક બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
એસ.ટી. કર્મીઓની હડતાળને પગલે રાજ્યભરની હજારો બસોના પૈડાં આજે બીજા દિવસે પણ થંભી ગયા હતા. રાજ્યભરનાં મોટા ભાગના એસ.ટી. ડેપોમાં જઈ કર્મીઓએ એસ.ટી. ડેપોને બાનમાં લીધા હતા. જ્યારે અનેક સ્થળોએ મુખ્યમંત્રી ફોટા ઉપર ચપ્પલનો હાર લગાવી સરકાર વિરૂદ્ધ છાજિયા લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ અનેક કર્મીઓ અર્ધનગ્ન અવસ્થામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે એસ.ટી. કર્મીઓની હડતાળને પગલે ખાનગી વાહનોને મંજૂરી આપવાના નિર્ણયની એસ.ટી. યુનિયનમાં રોષ જોવા મળ્યો છે ત્યારે એસ.ટી. યુનિયનના મહામંત્રી દ્વારા જણાવાયું હતું કે ખાનગી વાહન ચાલકો અમને સહકાર નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરીશું. આમ હાલ તો સરકાર અને એસ.ટી. કર્મીઓ સામસામે આવ્યા છે. ત્યારે શુક્રવારે સાંજ જી્‌ સંગઠન તથા સરકાર વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જો કે બેઠકમાં કોઇ સમાધાન આવ્યું નહીં, જેના બાદ હજુ પણ હડતાળ ચાલુ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.
હડતાલ કરી રહેલા જી્‌ કર્મચારીઓની સંકલન સમિતિને ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન આર.સી ફળદુએ બેઠક માટે બોલાવ્યા હતા. ત્યારબાદ સંકલન સમિતિ અને આર સી ફળદુ વચ્ચે એક કલાસ સુધી બેઠક ચાલી હતી, આ બેઠકમાં જી્‌ કર્મચારીઓ તરફથી એક જ માગણી કરવામાં આવી જે હતી સાતમાં પગાર પંચ લાગુ કરવાની, જો કે આ મામલે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે જે તમારી માગણી પર વિચાર કરશે. જો કે જી્‌ કર્મચારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું નથી જેથી અમે હડતાળ રાબેતા મુજબ ચાલુ રાખીશે. રાજ્યનાં એસ.ટી.નિગમના ૪૫ હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા ૨૫ લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. નોંધનીય છે કે સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હાલ લગ્નની મોસમ પણ ચાલી રહી છે તેમાં પણ લોકોની અવર જવરમાં તકલીફ પડે છે. તો જોવાનું એ જ રહ્યું કે આ પરિસ્થિતિમાં કોની જીત થશે સરકારની, કર્મચારીઓની કે પછી ત્રીજો જ રસ્તો આવશે ? તે જોવું રહ્યું.

લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

એસટી કર્મીઓની હડતાળ સામે સરકારે નમતુ ન જોખતાં જામનગરમાં રોષે ભરાયેલા એસટી કર્મીઓ દ્વારા લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. તેઓએ જામનગરમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમનો પણ બહિષ્કાર કરાશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં હાલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમ યોજાવાના છે, ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમ સમયે એસટી કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી અપાઈ છે. તો બીજી તરફ, એસટી કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે પણ એસટી કર્મચારીઓની હડતાળને ટેકો જાહેર કર્યો છે અને એસટી ડેપો મેનેજરની ખાલી ખુરશીને આવેદનપત્ર અપાયું હતું.

તમારી સરકાર ખોટ કરે છે છતાં તમે પગારપંચનો લાભ કેમ લીધો ?

પડતર માગણીઓ અને ૭માં પગારપંચ મુદ્દે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ સંદર્ભે ગઈકાલે સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમ નુકસાન કરતું હોય એને પગારપંચનો લાભ આપતા નથી. જેને લઈ કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ ટિ્‌વટ કર્યું કે, સરકારી કર્મચારીને રૂપાણી જી તમે કહો છો કે નિગમ નુકશાન કરે તેને પગાર પંચનો લાભ ન મળે તો તમારી સરકાર ખોટ કરે છે, દેવુ દર વર્ષે લાખો રૂપિયાનું વધે છે છતા તમે અને તમારા મંત્રીઓએ પગાર વધારો અને પગાર પંચનો લાભ કેમ લીધો ? નિગમનો વહીવટ તમે કરો છો. ખોટ માટે તમે જ છો જવાબદાર

ફિક્સ પગારના કર્મીઓને ફરજ પર હાજર થવા મોકલી નોટિસ

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળના પગલે રાજ્ય સરકાર મક્કમ બની છે. રાજ્ય સરકારે ખાનગી કલેક્ટરોને આદેશ કર્યા છે કે, ખાનગી વાહન ઓપરેટર્સનો સંપર્ક કરવો. તેમજ મુસાફરો માટે નવી વ્યવસ્થા ઊભી કરવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, સરકારે હડતાળમાં જોડાયેલા ફિક્સ પગારના કર્મચારીઓને ફરજ પર જોડાવા નોટિસ મોકલી છે. અમદાવાદમાં હડતાળમાં જોડાયેલા ફિક્સ પગારના કર્મીઓને ફરજ પર જોડાવા નોટિસ આપવામાં આવી છે. શરતોનું ઉલ્લંઘન થતું હોવાથી તંત્ર હવે આક્રમક વલણ અપનાવી રહી છે. કુલ ૨૫૦૮ કર્મીઓને ફરજ પર હાજર થવા ફરમાન કરાયું છે. એસટી કર્મીઓની હળતાળનો આજે બીજો દિવસ છે. ત્યારે એસટી યુનિયન અને સરકાર બન્ને પોતાના વલણ પર મક્કમ છે. રાજ્ય સરકારે કરી ખાનગી વાહનોની વ્યવસ્થા કરી છે. વર્તમાન સ્થિતિમાં ઘર્ષણ થવાની સંભાવના હોવાથી સરકારે વિવિધ પીકઅપ પોઇન્ટ પર પોલીસ સુરક્ષા આપવાની સૂચના કરાઈ છે. ખાનગી બસો દોડાવવાના નિર્ણય સામે એસટીના કર્મચારીઓએ પણ બાયો ચઢાવી છે. અનિચ્છનીય બનાવો ટાળવા માટે સરકારે રાજ્યના તમામ એસીટ બસ મથકો પર પોલીસ કાફલો ખડકવાનું શરૂ કર્યું છે.