મતાધિકાર એ સૌનો બંધારણીય અધિકાર છે. બંધારણે તમામને મતદાન અવશ્ય કરવાની જવાબદારી સોંપી છે. એટલે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન યોજાઈ રહ્યું છે. મારો એક મત નહીં પડે તો આભ થોડી તૂટી પડવાનું છે ? તેવી બહાનાબાજી કરતા લોકોને સંદેશો આપવા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ મતદારો દ્વારા ‘હમ વોટ જરૂર દેંગે’, ‘સારે કામ છોડ દો, સબસે પહલે વોટ દો’ ‘વોટ ડાલને જાના હૈ, અપના ફર્ઝ નિભાના હૈ’ જેવા સૂત્રો સાથે સામાન્ય મતદારોને પણ જાગૃત કર્યા હતા.