નવી દિલ્હી, તા.૨૬
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વચ્ચે ૨૯મી ઑક્ટોબરે ચોથી વન-ડે ઈન્ટર-નેશનલ મેચનું આયોજન કરનાર ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા (સી. સી. આઈ.)એ જાહેર કયુર્‌ં હતું કે મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના હસ્તે રમતની આરંભવિધિ કરવામાં આવશે.
આ દિવસ-રાતની મેચનું અસલ કાર્યક્રમ પ્રમાણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમ. સી. એ.)ના અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજન થનાર હતું, પણ આ બાબતમાં આર્થિક મુશ્કેલીના કારણે તેને સી. સી. આઈ.ની માલિકીના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ખસેડવામાં આવી હતી. “તેન્ડુલકર ઘંટ વગાડી ચોથી વન-ડે મેચની આરંભવિધિ કરવા સંમત થયો છે, એમ સી. સી. આઈ.એ જણાવ્યું હતું. બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નવ વર્ષ બાદ ફરી રમાનાર છે. ૨૦૦૯માં ત્યાં ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન કરાયું હતું અને ૨૦૦૬માં છેલ્લી વન-ડે મેચ ત્યાં રમાઈ હતી. સામાન્યપણે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટીમોની પ્રેક્ટિસ મેચો સી. સી. આઈ. ખાતે રમાતી હોય છે.