(એજન્સી) કોલકાતા, તા.૬
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સરકારી ખર્ચાઓ પર કાપ મૂકવાના ભાગરૂપે ગુરૂવારે નબન્નામાંં મંત્રી પરિષદની બેઠક બાદ લંચનું આયોજન કર્યું હતું. પરંતુ લંચની ડીશમાંથી મટન અને ઝીંગા ગાયબ હતા. મંત્રીઓની થાળીમાં પનીર અને ફીશ સહિત ઘણા ઓછા વ્યંજન સામેલ હતા. જે બતાવે છે કે, મમતા બેનરજી ખર્ચમાં કરકસર કરવા જઈ રહ્યા છે. મમતા બેનરજીએ અધિકારીઓ અને મંત્રીઓને મળનારી સુવિધાઓ અને યાત્રાઓ દરમિયાન મળતી સુવિધાઓમાં પણ કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. જનતાના પૈસા જનતા માટે જ ખર્ચ કરાય. રાજ્ય સરકારે ખર્ચમાં કાપ માટેના નિર્દેશોને લાગુ કરવા ૧ર વિભાગોને એકબીજા સાથે જોડવા માટે કવાયત શરૂ કરી છે. મુખ્ય સચિવ મલય ડેએ રાજ્ય સરકારના આ નિર્ણય સંબંધિત ૧૫ સૂત્રીય દિશા નિર્દેશો ર જુલાઈના રોજ લાગુ કર્યા છે. જેમાં ખાણી-પીણીમાં કાપ સામેલ છે. મંત્રીઓ અને અધિકારીઓને દિલ્હી અને વિદેશ યાત્રા સમયે મળતી સુવિધાઓને પણ ઓછી કરી છે. મોટરો, એસીમાં કાપ મૂકાશે. સરકારી યાત્રા ઈકોનોમીક્સ કલાસમાં થશે. વીડિયો કોન્ફરન્સનો ઉપયોગ અને કાર દ્વારા મસાફરી પર ભાર મૂકયો છે.