ભૂજ, તા.ર૦
નખત્રાણા મધ્યે ધર્મસભામાં મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ભાષણો આપતી વખતે હાજર રહેલ. ધારાસભ્ય અને સાંસદ સભ્યોનો બહિષ્કાર પ્રશ્નોનો નિવેડો લાવી સમાધાન કરવા કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિની મીટિંગમાં નિર્ણય લેવાયો છે.
ગતરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના આયોજન હેઠળ નખત્રાણા મધ્યે કચ્છ મુસ્લિમ આગેવાનોની એક મીટિંગ સમિતિના પ્રમુખ ઈબ્રાહિમ જે.હાલેપોત્રાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી અને પશ્ચિમી કચ્છ મુસ્લિમ સમાજ તરફથી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો મુસ્લિમ સમાજે બહિષ્કાર કરેલ હતો. તેનું આજરોજ જે ધર્મ સભામાં હાજર ઉપરોક્ત બંને પ્રતિનિધિઓની હાજરી હતી અને મુસ્લિમો વિરૂદ્ધ ભાષણ થયેલ તે માટે ધારાસભ્ય તેમજ સાંસદના પ્રતિનિધિઓ વસંત વાઘેલા તેમજ રાજેશ પલણ (ભાજપ પ્રમખે) આ મીટિંગમાં હાજરી આપી હતી. જેમાં નખત્રાણાની ધર્મ સભામાં થયેલ મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ભાષણોને વખોડ્યા હતા અને દિલગીરી-ખેદ વ્યક્ત કર્યો હતો. આમ સમાજે તે પ્રતિનિધિઓનો કરેલ બહિષ્કાર પાછો ખેંચ્યો હતો. આ પ્રસંગે સમાજનો કચ્છ જિલ્લાના આગેવાનો તકીશા બાવા, આધમભાઈ ચાકી, સલીમ જત, અલીમામદ જત, ઈબ્રાહિમ મંધરા, સાલેમામદ પઢીયાર, હારૂન કુંભાર, આમ પઢીયાર, ઈકબાલ મંધરા, અનવર ચાકી, કાદરશાહ બાવા, નીઝામુદ્દીન બાવા શફીમામદ હિંગોરા, ઈસ્માઈલ બાફણ (મામા), હાસમ નોતિયાર, હાજી હારૂન લોહાર, મહેમુદ સુમરા, જુસબ સરપંચ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.