(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૫
ધારીના જૂના ખીચા ગામે મંદિરના રૂમમાંથી સાધુની બળેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને સાધુના મૃતદેહને પીએમ માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાધુએ આત્મહત્યા કરી છે કે, કોઈએ સળગાવી હત્યા કરી છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, તેમજ સાધુની ઓળખ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.