(એજન્સી) તા.૧૮
ભાજપ નેતા સાધ્વી પ્રાચીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરે છે કે પુલવામાના આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં પણ ગોધરાકાંડ કરાવવામાં આવે. આ વીડિયોમાં સાધ્વી પ્રાચી કહી રહી છે કે હું પ્રધાનમંત્રીને હાથ જોડી વિનંતી કરૂં છું કે શ્રીમાન પ્રધાનમંત્રીનું સમગ્ર વિશ્વ તમારા ચરણોમાં નમન કરશે, એકવાર પાકિસ્તાનમાં ગોધરાકાંડ કરાવી દો. જ્યાં સુધી કરાંચી અને રાવલપિંડીને સળગાવવામાં નહીં આવે ત્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય. સાધ્વી પ્રાચીના આ નિવેદનથી સોશ્યલ મીડિયા યુઝર્સ સ્તબ્ધ થઈ ગયા હતા. યુઝર્સે કહ્યું હતું કે શું આ ભાજપ નેતાએ અજાણતા જ ગોધરાકાંડ પાછળ મોદીની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે સાધ્વી પ્રાચીના આ નિવેદન પરથી ખબર પડે છે કે ગોધરાકાંડ કોણે કરાવ્યો હતો.