(એજન્સી) નવી દિલ્હી, તા.૬
કેન્દ્રીય લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ ંકે, ર૦૧૯ની ચૂંટણી રામમંદિર તથા હિન્દૂત્વના બદલે વિકાસના મુદ્દે લડવામાં આવશે. નકવીના આ નિવેદન પર વિશ્વ હિન્દુ પરિષદના બહુચર્ચિત નેતા સાધ્વી પ્રાચીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પક્ષ હારનું વિવેચન કરે અને આત્મચિંતન કરે. ગોરખપુર, ફુલપુર તેમજ કૈરાના બેઠકો વિકાસના મુદ્દા પર જ લડવામાં આવી હતી. તેનું શું પરિણામ આવ્યું એ સૌએ જોયું.
નોંધનીય છે કે સાધ્વી પ્રાચી હિન્દુત્વવાદી નેતા શિવમ વરિષ્ઠની દુર્ઘટનામાં મોત અંગે શોક વ્યક્ત કરવા આવી હતી ત્યારે આ નિવેદન આપ્યું છે. જો કે સાધ્વીનો સ્થાનિક બજરંગદળ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.