(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
ઉધના ઉદ્યોગ નગર ખાતે રોડ નંબર છ ઉપર મલ્હોત્રા ગુડ્‌સ કેરિયર નામનો કાપડનો ગોડાઉન આવેલો છે. દરમિયાન બે મહિના પહેલા આરોપી ટ્રક ડ્રાઇવર રતનેશ શૈલેન્દ્ર પાંડે (રહે. યુપી ઇલ્હાબાદ)ને રૂપિયા ૧૫ લાખની કિંમતનો કાપડનો માલ લઇને ડિલિવરી કરવા માટે મોકલ્યો હતો. પરંતુ માલ સમયસર નક્કી કરેલ સ્થળે નહીં પહોંચતા ત્યાંના ગોડાઉન માલિકએ સરત ખાતે આકાશ ભુમયાને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ ડ્રાઇવરને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તે ૧૫ લાખની કિંમતનો માલ લઇને ભાગી ગયો હોવાનું જણાળી મળ્યું હતું. જેથી તેઓએ આરોપી રતનેશ પાંડે વિરૂદ્વ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.