(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
આગામી શુક્રવારનો દિવસ યાદગાર બની રહેશે. તે રાત્રે સૌથી લાંબું ચંદ્રગ્રહણ થનાર છે જે ૧ કલાક અને ૪પ મિનિટ સુધી ચાલશે. સીએનએનના રિપોર્ટ મુજબ ચંદ્ર પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે આવશે. ગ્રહણ સમયે ચંદ્રમાં લાલચોળ દેખાશે. જે તેના પર સૂર્યના પ્રકાશના કારણે જોવા મળશે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિ.ના એસ્ટ્રોનોમી બ્રેડ ટકરે કહ્યું કે ચંદ્રમાં હંમેશા સૂર્ય અને પૃથ્વી સાથે પૂર્ણ સંરેખણમાં હોતો નથી.
તેથી ચંદ્ર ચક્રમાં ગ્રહણ જોવા મળતું નથી. ચંદ્ર પૃથ્વીથી ૩ લાખ પ૦ હજાર કિ.મી. દૂર છે. સૂર્યોદય, સૂર્યાસ્ત સમયે ચંદ્રમાં પર પ્રકાશ ફેંકે છે. ઉત્તર અમેરિકા સિવાય આ ચંદ્રગ્રહણ દુનિયામાં બધે જ દેખાશે. ચંદ્રગ્રહણ શુક્રવારે રાત્રે ૧ અને પ૪ મિનિટે શરૂ થશે અને રાત્રે ૩ને ૪૯ મિનિટે પૂર્ણ થશે. આમ ગ્રહણની અવધિ ૩ કલાક પપ મિનિટ હશે. પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે બ્લડ મૂન થાય છે. ૧પ૦ વર્ષ પછી આટલું લાંબું ગ્રહણ જોવા મળશે. ચંદ્ર સંપૂર્ણ ઢંકાઈ જશે તેથી તે લાલચોળ દેખાશે.