(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
શહેર-જિલ્લામાં સતત વરસાદનો વિરામ રહેતા આજે ૨૫ દિવસ બાદ વિયર કમ કોઝવે ભયજનક સપાટીથી નીચે વહેતા સાફ સફાઈ અને બેરીકેટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વિયર કમ કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે ગત તા.૮મી જૂનના રોજ સવારે ૮ કલાકે વિયર ભયજનક સપાટી વટાવી હતી. સતત ૨૫ દિવસ સુધી વિયર ઓવરફલો થતાં રહ્યા હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. શહેર- જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનો સતત વિરામ રહેતા વિયરની સપાટી આજે સવારે ૮ કલાકે ૬ મીટર નોંધાઈ હતી જ્યારે સવારે ૯ કલાકે ૫.૯૯ મીટરની સપાટી નોંધાઇ હતી. વિયર ભયજનક સપાટીથી નીચે રહેતો થતાં પાલિકા દ્વારા વિયરની બન્ને બાજુ વાસના લાકડાથી બેરીકેટિંગ કરવાની સપાટી પર સતત ૨૫ દિવસ સુધી પાણી વહેતું હોવાથી લીલની સફાઈ કરવામાં આવી રહી છે. બપોર બાદ તડકો નીકળે તો સાંજ સુધી વિયર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય તેવી શક્યતા છે.