નવી દિલ્હી, તા.ર
ક્રિકેટ દિગ્ગજ સચિન તેન્ડુલકરને ઈન્ડિયા ટુડે ગ્રુપના સફાઈગીરી એવોડ્ર્સની પાંચમી એડિશનમાં મોસ્ટ ઈફેકટીવ સ્વચ્છતા એમ્બેસેડરનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે જેણે ભારત અને સ્વચ્છ ભારતના પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પોતાની લોકપ્રિયતા અને પ્રસિદ્ધનો ઉપયોગ કર્યા. સચિન તેન્ડુલકર લગભગ ૧૦ વર્ષથી ભારતમાં સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ૧૮ સપ્ટેમ્બર ર૦૧૧ના રોજ ટેલિથોન સ્કૂલના સમર્થન દરમિયાન સચિન તેન્ડુલકરે સમગ્ર ભારતમાં ૧૪૦ સરકારી શાળાઓમાં પાયાગત સુવિધાઓ માટે મદદ કરી. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ માટે શૌચાલયો બનાવવા માટે પ્રયાસ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૪માં સચિન તેન્ડુલકરને ભારતના સ્વચ્છતા એમ્બેસેડર તરીકે નોમિનેટ કર્યા હતા.
સફાઈગીરી ર૦૧૯ : સચિન તેન્ડુલકરને મોસ્ટ ઈફેકટીવ સ્વચ્છતા એમ્બેસેડરનો એવોર્ડ

Recent Comments