(એજન્સી) વૉશિંગ્ટન,તા.૨૦
મધ્યમ દૂરી પરમાણું સંધિમાંથી બહાર આવ્યા બાદ અમેરિકાએ પારંપરિકરૂપે પહેલીવાર એક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ. પેંટાગને સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતીકે, રવિવારે કેલિફોર્નિયાનાં સેન નિકોલસ દ્વીપ પર પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
આ પરીક્ષણને ધરતીની સપાટી પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઈલની મારક ક્ષમતા ૫૦૦ કિલોમીટર છે. અમેરિકાએ દાવો કર્યો છેકે, તેમનું આ પરીક્ષણ સફળ રહ્યુ છે. અને મિસાઈલે નક્કી કરેલાં સમય પર આ દૂરી નક્કી કરીને પોતાના લક્ષ્યને સાધવામાં સફળ રહી છે. આ પરીક્ષણ દૂરગામી પરિણામ હોઈ શકે છે. કહી શકાયકે, આનાથી દુનિયામાં ફરી એકવાર શસ્ત્રોની હોડ શરૂ થશે. આ એક નવા શીત યુદ્ધની પણ દસ્તક છે. આઈએનએફ સંધિ પર રશિયા અને અમેરિકા બંને દેશોએ ત્રણ દાયકા પહેલાં હસ્તાક્ષર કર્યા હતા જેથી યુરોપને પરમાણું હથિયાર મુક્ત કરી શકાય. આ સંધિ પરમાણું હથિયાર લઈ જવાના આ પ્રકારનાં હથિયારોનાં પરીક્ષણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવે છે.