(એજન્સી) લખનૌ,તા.રર
પ્રાંતિય સિવિલ સેવા ન્યાયતંત્ર, કે જેને પીસીએસ-જે પરીક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું અંતિમ પરિણામ ઉત્તરપ્રદેશ લોક સેવા આયોગ (યુપીપીએસસી) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આકાંક્ષા તિવારી યુપીપીએસસી પીસીએસ-જે પરીક્ષા ર૦૧૮ની ટોપર રહી છે. કુલ ૬૧૦ ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ વખતે મુસ્લિમ યુવાનોએ પીસીએસ-જેમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ઈતિહાસ સર્જયો છે. આ વર્ષે ૪૦ મુસ્લિમ ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાં પ૦ ટકા મહિલાઓ હતી. શાહનવાઝ સિદ્દીકીએ મુસ્લિમ ઉમેદવારોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું, કે જેમને ૧૧મો ક્રમાંક પ્રાપ્ત થયો છે, જયારે ૩૩મો ક્રમાંક મેળવીને મુસ્લિમ મહિલા ઉેમદવારોની યાદીમાં ખૈરૂનનિશા ટોચ પર રહી.
યુપીપીએસસી પીસીએસ-જેની પ્રિલિમ્સ પરીક્ષાનું ૧૬ ડિસેમ્બર,ર૦૧૮ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જયારે તેની મુખ્ય પરીક્ષા ૩૦,૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ યોજાઈ હતી. ૧૮૪૭ ઉમેદવારોમાંથી, જેઓની સાક્ષાત્કાર માટે પસંદગી કરવામાં આવી હતી તેમાંના ૬૧૦ ઉમેદવારોના છેલ્લા મેરિટની યાદી જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષાના છેલ્લા મેરિટની યાદીમાં જે ૪૦ મુસ્લિમ ઉમેદવારોનું નામ સામેલ છે, તે નીચે પ્રમાણે છે :
૧. મોહમ્મદ શાહનવાઝ અહમદ સિદ્દીકી, ર. ખૈરૂનનિશા, ૩. જસીમખાન, ૪. હેના કેસર, પ.આસીફ નવાઝખાન, ૬.મહેર જોહન, ૭. ઉમીમા શાહનાવા, ૮. જીશાન મહેદી, ૯. નાવેડર, ૧૦. નાઝીમ અકબર, ૧૧. બુશરા નૂર ૧ર. બુશહર ખુરશેદ, ૧૩. કોમલ ઈરશાદ, ૧૪. જાવેદ, ૧પ. અમ્બર રાણા, ૧૬. નિદા જૈદી, ૧૭.મહેનાઝખાન, ૧૮. મીણા અખ્તર, ૧૯. એમ.ડી. જીશાનખાન, ર૦. સબા ફાતિમા, ર૧. તારિફ મુસ્તાફાખાન, રર. શમસુર રહમાન, ર૩. મોહમ્મદ ફરાઝ હુસૈન, ર૪. અફીફા ઈરફાન, રપ. ઔસત ઉમરાઓ, ર૬. મોહમ્મદ સુહૈલ, ર૭. શમુએલ રિઝવાન, ર૮. નિશાઅલી, ર૯. ફરહીનખાન, ૩૦. હુમા, ૩૧.જીનત પરવીન, ૩ર. જાવેદખાન, ૩૩. ઉમ્મે જાહીદ, ૩૪. સમરીન ફાતિમા નોમાની, ૩પ. નાઝીમા, ૩૬. ફરહા નાઝ પરવીન, ૩૭. સરફરાઝ અહમદ, ૩૮. મોહમ્મદ ફરહાન, ૩૯. અસગરઅલી, ૪૦.નસીમ અહમદ.
યુપી : PCS-Jની પરીક્ષામાં ૪૦ મુસ્લિમ ઉમેદવારોએ લહેરાવ્યો સફળતાનો પરચમ

Recent Comments