સુરત, તા.૨૨
શહેરના પાંડેસરા ખાતે રહેતા અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર સગા પિતાએ પોતાની બબ્બે દિકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી પિતાની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લાના વતની અને હાલમાં પાંડેસરા વિનાયક નગર પાસે રહી છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર સગા પિતા ગતરોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે કામકાજ પતાવી પોતાના ઘરે આવ્યો હતો. ઘરનો દરવાજા અંદરથી બંધ કરી ૧૩ વર્ષ અને ૧૨ વર્ષની પોતાની દિકરીઓ પર સાથે શારીરિક દોડધામ કરી બળાત્કાર ગુજાર્યો હતો. બંને પુત્રીઓએ બુમાબુમ કરતા બહાર ઓટલા પર બેસેલી માતાએ દરવાજા ખોલી નાંખતા માતાને પુરૂ દૃશ્ય જોવા મળતા માતાએ તેના પતિ સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની અટક કરી કપડા કબજે લીધા હોવાનું જાણવા મળે છે.
સગા પિતાએ બે દીકરીઓ પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

Recent Comments