અમરેલી, તા.૨૨
સાવરકુંડલાના સેંજળ ગામે રહેતી સગીરાને તેમના વીજપડી ગામે રહેતા સંબંધીને ત્યાં લગ્નમાં જવું હોઈ પરંતુ સગીરાના માવતરે લગ્નમાં જવાની ના પાડતાં લાગી આવતા ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચેલ છે
આ અંગે મળતી મળતી વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે રહેતી વૈશાલી રાણાભાઇ રાઠોડ (ઉ.વ.૧૭)ને તેના વીજપડી ગામે રહેતા કુંટુુંબીમાં લગ્નમાં જવું હોઈ પરંતુ તેના માતા-પિતા એ લગ્નમાં જવાની ના પાડતા વૈશાલીને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધેલ હતો બનાવ અંગે વડા પોલીસમાં રાણાભાઇ વાઘભાઈ રાઠોડે જાહેર કરેલ હતું.