(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
શહેરના ડીંડોલી ભેસ્તાન આવાસમાં સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરી ગર્ભ રહી જતાં એબોશન કરાવી દેનાર સામે ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે પીડિતાના પરિવારે કહેવા જતા બે મહિલા સહિત આરોપી ઐયુબ શેખે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ઐયુબ શેખ, ઝુલેખાબાનુ ઐયુબ, શબનમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ઐયુબ સહિતના આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદની દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી ઐયુબે ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અવાર-નવાર દુષ્કર્મ કરતા ફરિયાદીની દીકરીને ગર્ભ રહી ગયો હતો. તેણીનું એબોશન કરાવી દીધુું હતું. આ અંગે ફરિયાદી કહેવા જતા આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ડીંડોલી પોલીસે પોસ્કો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.