(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૧
શાહઆલમ CAA-NRCનો વિરોધમાં થયેલી હિંસાના મામલામાં સેશન્સ કોર્ટે કોર્પોરેટર શહેઝાદ ખાન સહિત ૧૨ લોકોના જામીન મંજૂર કર્યા છે. બીજી વાર હવે આવો કે આવા કોઈ પણ ગુનો ન કરવાની શરતે કોર્ટે જામીન મંજૂર કર્યા. ગઈકાલે આ મામલે પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ દેખાતા ઈસનપુર પોલીસે કરી હતી ધરપકડ. તો બીજી બાજુ દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન ઉર્ફે શન્ની બાબાએ ફરી એક વાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અમદાવાદના શાહઆલમમાં CAAના વિરોધ પ્રદર્શનમાં પથ્થરમારો કરનારા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સર્ચ ઓપરેશન બાદ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૫ હજારથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. ઈસનપુર પોલીસ મથકે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ તેમજ ષડયંત્ર રચી હુમલો કરવો, ગેરકાયદેસર મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહત્વનું છે કે, ઈસનપુરના PI જે.એમ. સોલંકીએ હુમલાની ફરિયાદ નોંધાવી હતી.