(એજન્સી) વોશિંગ્ટન, તા.૩૦
ક્યુબામાં અમેરિકી દૂતાવાસમાં કામ કરનારા કર્મચારીઓ પર થઈ રહેલ સતત હુમલાથી હેરાન અમેરિકાએ તેઓને સ્વદેશ બોલાવવા શરૂ કરી દીધા છે. સાથે જ અમેરિકનોને પણ ચેતવણી આપી છે કે તેઓ પણ ક્યુબા જવાથી બચે.
ગત કેટલાક સમયથી ક્યુબામાં રહસ્યમય હુમલાને કારણે અમેરિકી રાજદ્વારીને સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન થયું છે. રાજદૂોની સાંભળવાની ઈન્દ્રિય જતી રહી છે.
આ ઉપરાંત રાજદ્વારીને અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ રહી છે. જેના કારણે અમેરિકાએ તેમના રાજદ્વારીઓને ક્યુબા છોડાવાનો આદેશ આપ્યો છે. ક્યુબામાં અમેરિકી દૂતાવાસમાં કામ કરી રહેલા ર૧ લોકોની તબિયત ખરાબ હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે.
તપાસકર્તાઓનું કહેવું છે કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સૈનિક વેબ મશીનોને કારણે થઈ રહી છે જે દૂતાવાસ કર્મીઓના ઘરોમાં ઉપયોગ થાય છે.
કેટલીક અજીબ અવાજો કેટલાક રૂમોમાં સાંભળવા મળી આને સૌનિક હુમલાનું નામ આપવામાં આવ્યું છે. કેનેડા સરકારે પણ કહ્યું છે કે તેના ઓછામાં ઓછા એક રાજદ્વારીની રહસ્યમયી લક્ષણોના કારણે સારવાર કરવામાં આવી છે. જો કે, ક્યુબાએ આ ઘટનાઓમાં કોઈપણ પ્રકારની દખલગીરી સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ક્યુબા સાથે આશરે ચાસ વર્ષ બાદ કૂટનીતિક સંબંધ સ્થાપિત કર્યા છે.