ઉના, તા.૨૦
ઉના સૈયદરાજપરા દરિયામાં ફીસિંગ કરવા ગયેલી બોટ ડૂબી જતા માલિક અને બોટ દરિયામાં ગરક થઈ ગયા છે જ્યારે ૯ ખલાસીઓને બચાવી લેવાયા છે. સૈયદરાજપરા ગામમાં કવાભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.૫૧)ની માલીકીની બોટ નં.જી.જે.૧૪ એમ.એમ ૨૦૮૪માં નવ ખલાસી તેમજ બોટ માલીક કવા કરશન સાથે નવી જ બોટ લઇ દરિયામાં ફીસિંગ કરવા ગયેલી અને તેના દરિયામાં ફિસિંગ કરવા સ્થળે કાબા બાંધેલ હોય ત્યા દોરડા બાંધતા હતા અને અચાનક દરિયાના મોજાની થપાટ લાગતા બોટ પલ્ટી ગયેલી અને દરિયાના ઉંડા પાણીમાં ડૂબવા લાગતા આ બોટને બચાવવા ખલાસી અને માલીકે મહેનત કરવા છતાં બોટને બચાવી શકાય નહી અને નવ ખલાસીઓ સલામત દરિયામાંથી બહાર અન્ય આજુબાજુમાં ફિસિંગ કરતી બોટના ખલાસીઓએ બચાવી લીધા જ્યારે બોટના માલીક દરિયામાં ગરકાવ થઇ જતા તેની શોધખોળ ચાલુ હોય અને બોટ પણ ઉંડા પાણીમાં ડૂબી જતા બોટ અને માલીકનો કોઇ અતો પતો ન મળતા સાગર પરીવારોમાં શોકનું મોજુ ફળી વળેલ છે. ધનપ્રસાદ નામની ડૂબેલી આ નવી નકોર બોટ થોડા સમય પહેલાં જ બોટના માલીક કવા કરશન લાવેલ હોય અને પહેલી જ વાર દરિયામાં ફિસિંગ કરવા ગયેલા અને બોટ અકસ્માતે ડૂબી જતા પરિવારોમાં શોધ ફેલાઇ ગયો છે.