(એજન્સી) રાંચી, તા.ર૦
ઝારખંડમાં આગામી થોડાક મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન મુખ્યમંત્રી રઘુવર દાસ રાત-દિવસ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોના પ્રચાર પ્રસારમાં જોડાયા છે. જેમાં શહેરી વિસ્તારોમાં ર૪ કલાક વીજ સપ્લાય પણ સામેલ છે પરંતુ તેમના આ દાવાની પોલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ ખોલી છે. સાક્ષી ધોનીએ વીજકાપથી હેરાન થઈને ટ્વીટ કરી કે રાંચીમાં લોકો દરરોજ વીજકાપનો અનુભવ કરે છે. તેનો સમય ૪થી ૭ કલાકનો હોય છે. સાક્ષીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, પાંચ કલાકથી વીજળી ના હોવાનું કોઈ કારણ નથી. હવામાન સારું છે અને કોઈ તહેવાર નથી. સાંજે ૪ઃ૩૭ વાગ્યાના પોતાના આ ટ્વીટમાં તેમણે લખ્યું કે, મને આશા છે કે, આ સમસ્યાનો સંબંધિત ઓથોરિટી દ્વારા સંજ્ઞાન લેવામાં આવશે. જણાવી દઈએ કે, રાંચી શહેરમાં આડે દિવસ થતાં વીજકાપથી લોકો હેરાન છે. આવનારી ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.
ધોનીની પત્ની સાક્ષીએ ટ્વીટ કરી ઝારખંડ સરકારના દાવાઓની પોલ ખોલી

Recent Comments