(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
જાણીતી ન્યુઝ એન્કર અને પત્રકાર સાક્ષી જોશીએ પોતાના વિચાર સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા લખ્યું કે, અહીં તેમના ભક્તો મુલ્લા દેશદ્રોહી, પાકિસ્તાની, આતંકી ખબર નહીં શું શું કહે છે અને વડાપ્રધાન બહાર થઈ મુસ્લિમોને રમઝાનની શુભેચ્છા પાઠવે છે. રાહુલ હિંદુ થઈ પોતાના જ દેશમાં મંદિર જાયે તો તે હોબાળો કરશે. આ વ્યક્તિ બહાર મસ્જિદમાં જાય તો કોઈ અવાજ ન કરો. ખરેખર તો વિવાદ બંનેમાંથી એક પણ ઘટના વખતે ન થવો જોઈએ. અન્ય એક ટિપ્પણી કરતા તેણીએ ટ્‌વીટ કરી કે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય, દરેક વ્યક્તિને તેના તહેવારની શુભેચ્છા પાઠવવી જોઈએ. પરંતુ એવું નહીં કે અહીં આખો દિવસ મંડરાતા રહો, નમાઝ પઢનારાઓને ભગાવી દો, તેમની બાળકી પર બળાત્કાર થાય તો ધર્મ જોઈ બળાત્કારને બચાવવામાં લાગી જાઓ અને પછી બહાર જઈને મુસ્લિમ દેશને કહો ‘રમઝાન મુબારક’ જુઓ અમે કેટલાક સારા છે.