હરિદ્વાર પહોંચેલા ઉન્નાવના ભાજપ સાંસદ સાક્ષી મહારાજે ફરીવાર ઝેર ઓક્યું હતું. તેમણે કહ્યું કે, બંગાળની જ્યારે વાત આવે છે તો ત્રેતા યુગ યાદ આવે છે. જ્યારે એક રાક્ષસરાજ હતો હિરણ્યકશ્યપ. તેના પુત્રએ કહી દીધું હતું કે જય શ્રીરામ તો બાપે પુત્રને જેલમાં પુરી દીધા હતા. ઘણી બધી યાતનાઓ આપી હતી અને હવે રિપિટ કરવામાં આવી રહ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાં તો એવું એવું નથી લાગતું કે હિરણ્યકશ્યપનાં જ ખાનદાનનાં તો નથી મમતા બેનરજી. સાક્ષી મહારાજે કહ્યું કે, જયશ્રીરામ કહેનારી યાતનાઓ આપવામાં આવી રહી છે. તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. પરિણામ એવું થઇ ગયું છેકે આ સ્થિતી થઇ ગઇ છે કે જયશ્રીરામ કહેવાથી તેઓ ખાસીયાણા પડી રહ્યા છે. તેઓ ગાળો આપવા લાગે છે. રસ્તા પર ઉતરવા લાગ્યા છે.તેનાં વિરોધમાં ન જાણે અનેક યોજનાઓ બનાવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીમાં તમામ વિરોધા છતા ભારતીય જનતા પાર્ટીને ૪૧ ટકા મત મળ્યા છે, ૧૮ સીટો અમે લઇને આવ્યા છીએ તો હું સંપુર્ણ વિશ્વાસ સાથે માં ગંગાના કિનારે તેમ કહી શકું છું કે વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉની મોદી સરકાર વખતે પણ સાક્ષી મહારાજ અનેકવાર બેફામ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા હતા.  તેમણે કહ્યું હતું કે હવે મમતા બેનરજી અકળાઇ ગયા છે અને લોકોને જેલના સળીયા પાછળ ધકેલી રહ્યાં છે. જે લોકો જયશ્રીરામની નારેબાજી કરે છે તેમને અપશબ્દો કહી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારા મુદ્દે વધી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેમને કોઇ પણ રાજનીતિક દળ સામે કોઇ સમસ્યા નથી. તેમણે કહ્યું કે, તેઓ જયશ્રીરામ, જય રામજીકી જેવા ધાર્મિક નારા પાછળની ભાવના સમજે છે, પરંતુ ભાજપ જયશ્રી રામના નારાનો ઉપયોગ પાર્ટી સ્લોગન તરીકે કરી રહી છે અને આવા રાજનીતિક નારાઓને થોપવાના કોઇ પણ પ્રયાસને તેઓ સહન નહી કરે.