(એજન્સી)
જમ્મુ કાશ્મીર,તા. ૨૫
બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાન આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ રેસ-૩ની શૂટિંગ કરવા માટે કાશ્મીરની સુંદર જગ્યાઓમાંથી એક સોનમર્ગની વાદીઓમાં છે. જ્યારે સલમાન ખાન અને ફિલ્મના પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે પણ મુલાકાત કરી છે. રમેશ તૌરાનીએ મહેબુબા મુફ્તી સાથે મુલાકાતનો ફોટો પોતાના ટ્‌વીટર પર શેયર કર્યો છે. તેમણે સીએમ મહેબુબા મુફ્તીનો આભાર માન્યો છે અને લખ્યું, ‘રેસ ૩’ના ફાઈનલ રેપ માટે કાશ્મીરમાં અમારું સ્વાગત કરવા માટે અમે મેડમ મુફ્તીનો આભાર માનીએ છીએ.
સલમાન ખાન સાથે ફિલ્મના બાકી ક્રુ મેમ્બર્સ પણ કાશ્મીરમાં ‘રેસ ૩’ના સોંગ ‘અલ્લાહ દુહાઈ’ની શૂટિંગ કરશે. આ સોંગ રેસ ફ્રેન્ચાઈઝીની પ્રથમ બે ફિલ્મોમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું અને હવે એકવાર ફરીથી આ સોંગમાં સલમાન અને અન્ય સ્ટાર્સ ડાંસ કરતા નજર આવશે.
બુધવારે જ કાશ્મીરના સોનમર્ગમાં સલમાન ખાને પોતાના ફેંસ સાથે પણ ફોટા પણ પડાવ્યા હતા. આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર ફેંસે શેયર કર્યા છે. આ સિવાય સલમાન અને જેકલીને કાશ્મીરમાં પોલરિશ બગ્ગી ચલાવતા પણ નજર આવ્યા. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે જેકલીન ફર્નાડીઝ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ સિવાય ફિલ્મમાં સલમાન ખાનની સાથે બોબી દેઓલ પણ લીડ રોલમાં નજર આવશે. જેનું નિર્દેશન રેમો ડિસોઝા કરી રહ્યા છે.