(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે તાજેતરમાં પુરી થયેલી લોકસભાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોએ કોંગ્રેસની અવગણના કરીને સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પાર્ટી માટે મતદાન કર્યું હતું. મુસ્લિમોએ એવું માન્યું હતું કે કોંગ્રેસના આશાસ્પદ ઉમેદવારને એક મતથી પણ ભાજપને મદદ મળશે. આ બાબતને કારણે જ આશાસ્પદ અને અનુભવી નેતાઓ લોકસભાની ચૂંટણીઓમાં હારી ગયા. સલમાન ખુરશીદે ૨૦૧૯ની લોકસભા ચૂંંટણીઓને કોંગ્રેસ અને વિરોધ પક્ષો માટે એક અભૂતપૂર્વ આંચકો ગણાવ્યો છે. જોકે, ઉત્તર પ્રદેશના ફરૂખાબદથી લોકસભા ચૂંંટણીઓમાં ઝંપ લાવેલા સલમાન ખુરશીદ પણ હારી ગયા હતા. તેઓ પોતાના મતવિસ્તારમાં માત્ર ૫૫,૫૨૮ મતો મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. ૧૦.૦૨ લાખ મતોમાંથી તેમને માત્ર ૫.૫૧ ટકા મત મળ્યા હતા.