અમદાવાદ, તા.૧૮
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાનની તારીખ નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યો છે ત્યારે
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડા અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. તેઓ અમદાવાદના ટાગોર હોલ ખાતે યુવાનો સાથે સંવાદ કરવા માટે ગુજરાતમાં આવ્યા છે. પિત્રોડા અમદાવાદમાં ભારત નિર્માણ વિષય પર સંવાદ કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમના ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, આ ચૂંટંણી મોદી અને ગાંધી વચ્ચે કે ભાજપ અને કોગ્રેસ વચ્ચે નહિ, પણ આ ચૂંટણી ભારતની પ્રજાની છે. મારા જન્મ સમયે ગાંધી વિચારો મહત્વપુર્ણ હતા. અત્યારે ગાંધી વિચારો એક મોટી ચેલેન્જ છે. લોકશાહી પર હુમલા થાય છે. અસત્યનો મારો થાય છે. પ્રેસની સ્વતંત્રતા પર ખતરો છે. તમામ ચેનલોમાં વડાપ્રધાન સિવાય કોઇ હોતું નથી. તમે ખુલ્લા વિચારે કંઇ કહી શકતા નથી. અત્યારે લોકોએ એ બતાવવાનું છે કે દેશ કંઇ રીતે બન્યો છે. મોદી કહે છે, કોગ્રેસે કંઇ નથી કર્યું, પણ કોંગ્રેસ ઘણું કર્યું છે. દેશ આઝાદ થયો ત્યારે ૭૦ ટકા લોકો ગરીબ હતા. દેશમાં આઇઆઇએમ, એનઆઇડી સહિતની શિક્ષણ સંસ્થાઓ કોંગ્રસના શાસનમાં મળી છે. ટેલિકોમ ક્રાંતિ કોંગ્રેસના સમયમાં થઇ. અમે લાખો રોજગારી પેદા કરી.
ભાજપ પર પ્રહાર કરતા સામ પિત્રોડા બોલ્યા કે, વડાપ્રધાને વર્ષ ૨૦૧૪માં જે વાયદા કર્યા હતા, એમાંથી એક પણ પૂર્ણ થયો નથી. ગિફ્ટ સિટીના દાવા હતા, પણ હજુ ૩૦૦ એકર જગ્યા ખાલી છે. કોઇ ફાયનાન્શિયલ હબ ઉભુ થયું નથી. નેનો નું શું થયું એની કોઇને ખબર નથી. મારા નિવેદનોને ખોટી રીતે લઈ ચર્ચા કરવામાં આવી છે, જેથી પિત્રોડા વધારે બોલે નહિ. પણ હુ કહીશ. ૧૦૦ સ્માર્ટ સિટીની જાહેરાતમાં કેટલા બન્યા.
સામ પિત્રોડાએ અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં મીડિયાને પોતાની જવાબદારી કઈ રીતે નિભાવવી તેનું ભાન કરાવતું વિવાદિત નિવેદન આપ્યું હતું એર સ્ટ્રાઈક મુદ્દે સવાલો પૂછાતા પિત્રોડા ગુસ્સેથી ભરાયા હતા.
પ્રેસની સ્વતંત્રતા પર ખતરો : હાલ ચેનલોમાં વડાપ્રધાન મોદી સિવાય કંઈ આવતું નથી : સામ પિત્રોડા

Recent Comments